અનેક સાચી પણ પડી! 2024 માટે કરેલી છે ચિંતાજનક ભવિષ્યવાણીઓ... જો સાચી પડી તો? મર્યા સમજો
આ ભવિષ્યવાણીઓમાં કેટલી સચ્ચાઈ હોય છે તે કહેવું તો કપરું છે પરંતુ કેટલીક એવી પણ ભવિષ્યવાણીઓ છે જે હાલના વર્ષોમાં સાચી પડતી પણ જોવા મળી છે. ત્યારે આવી ભવિષ્યવાણીઓને લઈને લોકોના મનમાં જિજ્ઞાસા ચોક્કસ જોવા મળતી હોય છે. દરેક જણ ઈચ્છે છે કે હવે શું થશે.
ફ્રાંસના ભવિષ્યવક્તા નોસ્ત્રાદેમસ અને ભારતના ભવિષ્યવક્તા સંત અચ્યુતાનંદ દાસની ભવિષ્યવાણીઓની સાથે સાથે બલ્ગેરિયાના બાબા વેંગાની 2024ની ભવિષ્યવાણીઓ ખુબ વાયરલ થઈ રહી છે. જેમાંથી કેટલીક તો ભારત માટે પણ કરવામાં આવેલી છે. આ ભવિષ્યવાણીઓમાં કેટલી સચ્ચાઈ હોય છે તે કહેવું તો કપરું છે પરંતુ કેટલીક એવી પણ ભવિષ્યવાણીઓ છે જે હાલના વર્ષોમાં સાચી પડતી પણ જોવા મળી છે. ત્યારે આવી ભવિષ્યવાણીઓને લઈને લોકોના મનમાં જિજ્ઞાસા ચોક્કસ જોવા મળતી હોય છે. દરેક જણ ઈચ્છે છે કે હવે શું થશે.
નોસ્ત્રાદેમસની ભવિષ્યવાણીઓ
એવો દાવો કરાયો છે કે તેમણે 2023 માટે જે ભવિષ્યવાણી કરી હતી તેમાંથી કેટલીક સાચી પણ પડી છે. ત્યારે હવે તેમણે 2024 માટે ભારત માટે શું કહ્યું તે પણ જાણો. તેમની ભવિષ્યવાણી મુજબ 2024માં ભારતમાં કઈક એવી શોધ થવાની છે જે મનુષ્ય જીવન માટે ખુબ જ મહત્વપૂર્ણ ગણાશે. એવું કહેવાય છે કે મનુષ્ય ભવિષ્યમાં ઘટનારી ઘટના અંગે પહેલેથી જ જાણી લેશે.
ભારત વિશે ભવિષ્યવાણી
એવી પણ ભવિષ્યવાણી કરાઈ છે છે 2024માં ભારત અંતરિક્ષમાં પણ પોતાની એક વિશેષ સત્તા કાયમ કરશે.
રહસ્યમયી લોકોનું આગમન
ભવિષ્યવાણી મુજબ ભારતમાં રહસ્યમયી લોકોનું આગમન થવાનું છે. દાવા મુજબ હિમાલયમાં તપસ્યા કરી રહેલા એવા સંતોનું આગમન થશે જે ચમત્કારીક અને રહસ્યમયી હશે જે હજારો વર્ષોથી જીવિત છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ
બલ્ગેરિયાના રહસ્યમયી બાબા વેંગાએ વર્ષ 2024 માટે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. નેત્રહીન બાબા વેંગાએ 1996માં 85 વર્ષે પોતાના મોત પહેલા અનેક દાવા કર્યા હતા. જેમાંથી કેટલાક સાચા પડતા જોવા મળી રહ્યા છે અને આ વર્ષની શરૂઆતના મહિનાઓમાં દુનિયાના અનેક ભાગોમાં ઉથલપાથલ પણ જોવા મળી. 9/11 એટેક, ચેરનોબિલ આફત અને રાજકુમારી ડાયનાના મોત જેવી પ્રમુખ વૈશ્વિક ઘટનાઓ વિશે ભવિષ્યવાણી કરનારા બાબા વેંગાએ 2024 માટે પણ કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે.
2024 માટે શું કર્યા દાવા
તેમની મહત્વની ભવિષ્યવાણીઓમાંથી મુખ્ય જળવાયુ પરિવર્તન છે. બાબા વેંગાએ 2024માં ગંભીર મૌસમી ઘટનાઓ અને કુદરતી આફતો સર્જાવવાની ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પણ પડી રહી છે. અભ્યાસથી ખબર પડે છે કે ઉચ્ચતમ તાપમાન વધી ગયું છે. વૈશ્વિક હવામાન વિજ્ઞાન સંગઠને થોડા સમય પહેલા કહ્યું હતું કે એ વાતની સંભાવના છે કે 2024 એક વધુ રેકોર્ડ ગર્મ વર્ષ તરીકે પણ નોંધાય. બાબા વેંગાએ સાઈબર હુમલા અંગે પણ ભવિષ્યવાણી કરેલી છે. 2024માં આર્થિક સંકટ વધે તેવી ભવિષ્યવાણી કરી હતી. તેના કારણોમાં વૈશ્વિક આર્થિક શક્તિમાં ફેરફાર, વધતા ભૂ રાજનીતિક તણાવ, અને કરજનું વધતું સ્તર ગણાવ્યા હતા.
આતંકવાદ, જૈવિક હથિયારોના પરીક્ષણમાં વધારો
બાબા વેંગાએ વધતી આતંકી ગતિવિધિઓની ચેતવણી આપતા એક પ્રમુખ દેશના જૈવિક હથિયારોના પરીક્ષણ કે હુમલા શરૂ કરવામાં સામેલ હોવાની સંભાવનાનો સંકેત આપ્યો હતો. હાલમાં ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેન પર રશિયાના આક્રમણ પ્રમુખ મુદ્દા બનેલા છે. તેમણે એક એવી પણ ભવિષ્યવાણી કરેલી છે કે 5079માં દુનિયા ખતમ થઈ જશે.
ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી
સંત અચ્યુતાનંદ દાસે પોતાની યોગ શક્તિઓના દમ પર ભવિષ્ય માલિકા લખી હતી. જે મુજબ ધરતી 3 ચરણોમાથી પસાર થઈ રહી છે. પહેલા કળિયુગ સમાપ્ત થશે, બીજો મહાવિનાશ થશે અને ત્રીજો આવશે એક નવો યુગ.
ભારત પર સંકટના વાદળ
શનિ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે ભારત પર સંકટના વાદળ છવાશે. અત્રે જણાવવાનું કે બહું જલદી શનિ કુંભમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે.
ખેડૂતો વિશે મોટી વાત
ભવિષ્યવાણી મુજબ ખેડૂતો ખેતીનું કામ બંધ કરી દેશે અને જંગલી જાનવરો ગામડાઓ અને શહેરો પર હુમલો કરવાનું શરૂ કરશે. ધરતીની ધૂરી બદલાશે અને એક પછી એક અનેક ભૂકંપ આવશે.
જળસ્તર વધશે
ભવિષ્યવાણી મુજબ સમુદ્રનું જળસ્તર વધશે અને જગન્નાથ મંદિરની 22મી સીડી સુધી પાણી આવી જશે. ત્યારે ભગવાનના વિગ્રહને તેમના ભક્ત છાતિયાબટા લઈ જશે. એક બાજુ કુદરતી આફત આવશે તો બીજી બાજુ મહાયુદ્ધ થશે. ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી થઈ જશ. લોકો કીડા મકોડાની જેમ મરશે અને વિશ્નની જનસંખ્યા 64 કરોડ જ રહી જશે.
આ જ લોકો બચી શકશે
ભવિષ્ય માલિકા મુજબ ધરતી પર ઘટી રહી કુદરતી આફતોના કારણે ધરતી પર 7 દિવસ અંધારું છવાયેલું રહેશે. એવું કહેવાય છે કે આ ઘટનાઓ 2022થી 2029 વચ્ચે ઘટી શકે છે. ભવિષ્યવાણી મુજબ 2025 બાદનો સમય વિભિષિકા સમાન રહેશે. એ જ લોકો બચશે જે સત્ય અને ધર્મના માર્ગે ચાલશે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.