નવી દિલ્લીઃ બાબા વેંગા અટપટી ભવિષ્યવાણી માટે જાણીતા છે. આ વખતે ફરી એકવાર તેમણે આવી જ એક વિચિત્ર ભવિષ્યવાણી કરી છે. પણ આ વખતે બાબા વેંગાની ભયંકર ભવિષ્યવાણીથી દુનિયાભરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણકે, બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છેકે, આ વખતે પૃથ્વી પોતાનો માર્ગ બદલી દેશે. બલ્ગેરિયામાં જન્મેલા બાબા વાંગાની આગાહીઓ વારંવાર ચર્ચામાં આવે છે. તેમના મૃત્યુ પહેલા, બાબા વેંગાએ વર્ષ 2023 માટે ઘણી મહત્વપૂર્ણ આગાહીઓ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે. બાબા વેંગાએ 111 વર્ષ પહેલા ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી સાચી પડી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Amitabh Bachchan એ દીવારમાં કેમ પહેર્યું હતું ગાંઠ બાંધેલું શર્ટ? જાણો અંદરની વાત

2023માં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે-
બાબા વાંગાની આગાહી અનુસાર, પૃથ્વીની ભ્રમણકક્ષા આવતા વર્ષે એટલે કે 2023માં બદલાશે. બાબા વેંગાએ વર્ષ 2023માં સૌથી મોટી ખગોળીય ઘટનાની આગાહી કરી હતી અને કહ્યું હતું કે તેના ગંભીર પરિણામો આવી શકે છે. આ ઘટનામાં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાઈ શકે છે. આ સિવાય પૃથ્વી પર અન્ય ઘણા ફેરફારો શક્ય છે.

ભારતીય સેનાના સ્પેશિયલ ડોગને બે ગોળી વાગવા છતાં તેણે આતંકીને પાડી દીધો, જુઓ વીડિયો

5079માં વિશ્વનો અંત આવશે: બાબા વેંગા
બાબા વાંગાની આગાહી અનુસાર, અવકાશયાત્રી વર્ષ 2028માં શુક્ર પર પહોંચી શકે છે. આ સિવાય વર્ષ 2046માં અંગ ટ્રાન્સપ્લાન્ટની મદદથી લોકો 100 વર્ષથી વધુ જીવી શકશે. બાબા વેંગાએ પણ વિશ્વના અંતની ભવિષ્યવાણી કરી હતી અને કહ્યું હતું કે વર્ષ 5079માં વિશ્વનો અંત આવશે.

Amitabh Bachchan એ કેમ કરવા પડ્યા જયા જોડે લગ્ન? જાણો 'અંગળ...મંગળ...શંગળ'નું કારણ

આ વર્ષે ભારતમાં ભૂખમરો આવી શકે છે-
ધ સનના અહેવાલ મુજબ, બાબા વેંગાએ 111 વર્ષ પહેલા વર્ષ 2022માં ભારતમાં ભૂખમરાની આગાહી કરી હતી. બાબા વેંગાના મતે આ વર્ષે સમગ્ર વિશ્વમાં તાપમાનમાં ઘટાડો થશે અને તેની અસર ભારત પર પણ જોવા મળશે. નીચા તાપમાનથી તીડના પ્રકોપમાં વધારો થશે અને ભારતમાં તીડના હુમલાને કારણે પાકને ભારે નુકસાન થઈ શકે છે. પાક નિષ્ફળ જવાને કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે અને ભૂખમરો અને દુષ્કાળની સ્થિતિ ઊભી થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube