કાશ્મીરમાં ભારતીય સેનાના સ્પેશિયલ ડોગને બે ગોળી વાગવા છતાં તેણે આતંકીને પાડી દીધો, જુઓ વીડિયો

બે ગોળી ખાઈને પણ આતંકીઓ સામે અડગ રહ્યો ‘ઝૂમ’ નામનો ભારતીય સેનાનો સ્પેશિયલ ડોગ. સેનાની તેણે કઈ રીતે મદદ કરી તે જાણવા માટે તમારે આ વીડિયો જોવો પડશે.

કાશ્મીરમાં ભારતીય સેનાના સ્પેશિયલ ડોગને બે ગોળી વાગવા છતાં તેણે આતંકીને પાડી દીધો, જુઓ વીડિયો

નવી દિલ્લીઃ બોર્ડર પર સતત સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલતી રહે છે. સમાચારોમાં પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ તંગ છે આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જોકે, આ સ્થિતિ આજકાલની નથી આ સ્થિતિ બોર્ડર વર વર્ષોથી ચાલી આવી છે. રોજ ત્યાં આજ પ્રકારે જાનને જોખમમાં મુકીને જવાનો દેશની રક્ષા કરતા હોય છે. પણ આ વખતે વાત કરવાની છે ભારતીય સેનાના સ્પેશિયલ ડોગની જેણે પોતાનો જીવ જોખમમાં મુકીને આતંકીને પાડી દીધો. 

 

 

આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે ભારતીય સેનાના સ્પેશિયલ ડોગ 'ઝૂમ'ની. બબ્બે ગોળીઓ વાગવા છતાં પણ આ ડોગ ડગ્યો નહીં અને અડગ રહીને તેણે આતંકીના કેમ્પમાં ઘુસીને આતંકી પર હુમલો કર્યો. આતંકીના હાથમાં ઘાતક હથિયારો હોવા છતાં તેણે ગોળીઓના વરસાદની વચ્ચે દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલો કર્યો. આ દરમિયાન આતંકીઓએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં આંતકીઓની બે ગોળીઓ ઝૂમ નામના સેનાના સ્પેશિયલ ડોગને વાગી. તેમ છતાં આ કૂતરાં એ પોતાની વફાદારી અને દેશદાજનું ઉદાહરણ પુરું પાડીને દુશ્મનને ભોયભેગો કર્યો. જેનો ક્યારેય નહીં જોયો હોય તેવો લાઈવ એન્કાઉન્ટરનો વીડિયો સામે આવ્યો છે.

દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થતાની સાથે જ જોરદાર ગોળીબાર ચાલી રહ્યો હતો. બીજી તરફથી ભારતી સેના પણ તેને વળતો જવાબ આપી રહી છે. જવાબી કાર્રવાઈના ભાગરૂપે ભારત તરફથી પણ ફાયરિંગ કરવામાં આવી રહ્યું હતું. જોકે, હજુ કેટલાં આતંકીઓ અંદર છુપાયેલાં છે તે જાણવું જરૂરી હતું. આવી સ્થિતિમાં ભારતીય સેનાએ પોતાના સૌથા ટ્રેઈન અને ઝૂમ ના નામથી જાણીતા સ્પેશિયલ ડોગને કેમેરા સાથે મેદાન-એ-જંગમાં ઉતારી દીધો. સામેથી અંધાધૂંધ ગોળીબાર થઈ રહ્યો હતો. 

 

 

પછી શું હતું ગોળીબાર વચ્ચે, ‘ઝૂમ’ આતંકવાદીઓના ટેન્ટમાં પહોંચી ગયો. અને ત્યાં છુપાઈને હુમલો કરી રહેલાં આતંકીઓ પર કહેર બનીને આ કુતરો ત્રાટક્યો. સ્પેશિયલ ડોગે કરેલાં હુમલાને કારણે બે આતંકવાદી કમાન્ડરોને પોતાનો જીવ બચાવવો મુશ્કેલ બન્યો હતો. આતંકવાદીઓએ આમતેમ જોઈને ઝૂમ પર બેફામ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ભારતીય સેનાના સ્પેશિયલ ડોગ ઝૂમ ને બે ગોળીઓ વાગી. જોકે, બે ગોળીઓ વાગવા છતાં પણ આ ડોગ ડર્યો નહીં અને તેણે ગોળીથી ઘાયલ થવા છતાં આતંકીને છોડ્યો નહીં. અને તેણે આતંકીને ભોયભેગો કરી દીધો. 

ચાલુ એન્કાઉન્ટરમાં આ દરમિયાન ભારતીય સેનાએ આતંકવાદીઓનો સફાયો કરી નાંખ્યો. આતંકીઓના અંધાધૂંધ ફાયરિંગમાં બબ્બે ગોળીઓ વાગવાને કારણે હાલ 'ઝૂમ' નામનો સ્પેશિયલ ડોગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત અત્યંત ગંભીર છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈજાગ્રસ્ત હોવા છતાં ઝૂમ તેના મિશન પર છે. તેની મદદથી બંને આતંકીઓને ઠાર કરવામાં સફળતા મળી છે. ‘ઝૂમ’ને આર્મી વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે, પરંતુ તેની હાલત નાજુક છે. આ પહેલા જુલાઈમાં ઉત્તર કાશ્મીરના કુપવાડામાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સેનાના એસોલ્ટ ડોગ એક્સેલ શહીદ થયો હતો.

આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે લગભગ 10 થી 12 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાની હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના બે કમાન્ડર આસિફ અહેમદ ઉર્ફે હુબૈબ અને વકીલ અહેમદ ઉર્ફે તલ્હા માર્યા ગયા છે. સેનાના બે જવાન ઘાયલ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓ ગામની અંદરના વિસ્તારના એક ઘરમાં છુપાયેલા હતા. આતંકવાદીઓનું ચોક્કસ સ્થાન જાણી શકાયું ન હતું, જેના કારણે તેમના ફાયરિંગને કારણે સેનાના બે જવાન ઘાયલ થયા હતા.

બોડીકેમ સાથે ઝૂમે આતંકી ટેન્ટમાં ઘુસીને મચાવી ધૂમ-
સોમવારે સવારે સેનાએ પોતાના બહાદુર કૂતરા ‘ઝૂમ’ને આતંકીઓના ઠેકાણા પર મોકલ્યો હતો. ઝૂમને આતંકવાદ વિરોધી કામગીરીની વિશેષ તાલીમ આપવામાં આવી છે, તે કોઈપણ ઓપરેશન દરમિયાન ગોળીબારની વચ્ચે આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ જાણીને આતંકવાદીઓ પર હુમલો કરવામાં સક્ષમ છે. આ સિવાય તેના પર બોડીકેમ પણ લગાવી શકાય છે. પોતાનું મિશન પૂરું કરવા માટે ‘ઝૂમ’ આતંકવાદી છુપાયેલા ઘરમાં ઘૂસી ગયો અને જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા ત્યાં પહોંચી ગયો.

‘ઝૂમ’ના શરીર પર લાગેલા કેમેરા દ્વારા સુરક્ષાદળોને આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ અને સંખ્યાની જાણકારી મળી. આતંકવાદીઓને જોઈને ઝૂમે તેમના પર ત્રાટકવાનો પ્રયાસ કર્યો. આના પર આતંકીઓએ તેના પર ગોળીઓ વરસાવી હતી. ‘ઝૂમ’ને બે ગોળી વાગી અને તે ત્યાં જ જમીન પર પડી ગયો, પરંતુ ત્યાં સુધીમાં તેણે પોતાનું કામ પૂરું કરી લીધું હતું. સેનાના જવાનોને આતંકવાદીઓની ચોક્કસ સ્થિતિ અને સંખ્યા વિશે જાણ થતાં જ તેમણે કામ પુરુ કર્યું.
 

Trending news