Baba Vanga Third World War Prediction : ભારતમાં હિન્દુ સંગઠનો વારંવાર કહી રહ્યા છે કે, જો બધા હિન્દુ એક નહિ થયા તો આખા દેશમાં મુસ્લિમ શાસન આવી જશે. મુસ્લિમોની સતત વધી રહેલી વસ્તી પણ ચિંતાજનક આંકડા બતાવે છે. જોકે, ભારતમાં મુસ્લિમ શાસનના દાવા પર માત્ર ચર્ચા થાય છે. આ વચ્ચે પ્રખ્યાત ભવિષ્યવેત્તા બાબા વેંગાની એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. જે અંતર્ગત દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2043 સુધી સમગ્ર યુરોપમાં મુસ્લિમ શાસન આવી જશે. ચારેતરફ નારા-એ-તકબીર ગુંજી ઉઠશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાની અગાઉ પણ અનેક ભવિષ્યવાણીઓ સત્ય સાબિત થઈ છે. સૌથી પહેલા તેમણે સોવિયત યુનિયનના તૂટવાની ભવિષ્યવાણી દાયકાઓ પહેલા કરી હતી. તેમણે કહ્યું એવુ જ થયું હતું. હવે રશિયાથી બહાર નીકળેલા અનેક નવા દેશ અસ્તિત્વમાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકામાં મોટા આતંકી હુમલાની પણ ભવિષ્યાવણી તેમણે કરી હતી. જે 9/11 ના હુમલાના રૂપમાં સત્ય સાબિત થઈ હતી. હવે જોવુ પડશે કે, યુરોપ માટે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહિ. 


જાપાન, ચીન, અમેરિકાને ટક્કર આપશે ગુજરાતનું આ ટચૂકડું શહેર, દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું


યુરોપમાં થશે મોટો સંઘર્ષ
બલ્ગેરિયામાં જન્મેલા બાબા વેંગાની વર્ષ 1996 માં મોત થઈ હતી. તેમણે દુનિયા છોડતા પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. ગત ઘટનાઓને સાબિત થયા બાદ હવે મોત બાદ તેમની ભવિષ્યવાણીઓને બહુ જ ગંભીરતાથી લેવામાં આવે છે. તેમનો દાવો છે કે, વર્ષ 5079 સુધીમાં દુનિયા ખતમ થઈ જશે. તેની શરૂઆત 2025 થી થશે. બાબા વેંગાએ યુરોપમાં 2025 માં એક મોટો સંઘર્ષ થવાની વાત કરી છે, જેના બાદથી તબાહીની શરૂઆત થશે. એવી ભયાનક ઘટનાઓ જોવા મળશે, જે માનવતાના અત તરફ આગળ લઈ જશે. 


યુરોપમાં પહેલેથી જ રશિયા-યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે
ખાસ વાત એ છે કે યુરોપ પહેલાથી જ રશિયા-યુક્રેન યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. બાબા વેંગાનો દાવો છે કે યુરોપમાં વર્ષ 2025માં ભીષણ સંઘર્ષ જોવા મળશે. જે વિનાશનું કારણ બનશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના ગંભીર પરિણામો વર્ષ 2033 થી જોવા મળશે. ગ્લેશિયર પીગળવાથી સમુદ્રનું સ્તર ભયાનક રીતે વધશે, જેના કારણે લોકોનું જીવન મુશ્કેલ બનશે.


મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ