MPs Letter To Germany Ambassador: ગુજરાતની બાળકી અરિહા શાહને પોતાના દેશ પાછી લાવવા માટે 19 અલગ અલગ રાજકીય પક્ષોના 59 સાંસદોએ જર્મનીના રાજદૂતને એક પત્ર લખ્યો છે. આ સાંસદોમાં ભાજપ, કોંગ્રેસ, ડાબેરી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. અરિહા શાહ 20 મહિનાથી વધુ સમયથી બર્લિનમાં ફોસ્ટર કેયરમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું માનવતાના વિરોધમાં કામ કરતા લોકોનો વિરોધી છું, હું કોઈ સમુદાયનો વિરોધી નથી: બાબા


રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ રાજદૂત ફિલિપ એકરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આપણા દેશ, સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલી અરિહાને ભારતમાં લાવવી જરૂરી છે. સાંસદોએ દલીલ કરી હતી કે કોઈપણ કારણોસર બાળકીને કોઈ નુકસાન ના થવું જોઈએ. એક અંગ્રજી અખબાર મુજબર શુક્રવારે (02 જૂન) સરકારે સત્તાવાર રીતે જર્મનીને અરિહાને ભારત પરત પાછી મોકલવા માટે જણાવ્યું છે.


ટેબલેટ બાદ હવે મોદી સરકાર મફતમાં આપી રહી છે લેપટોપ, ફ્રીની લાલચમાં ના કરતા આ ભૂલો


અરિહા શાહ કેસમાં જર્મન યુથ એજન્સીની કાર્યવાહીનો બચાવ કરતા અહેવાલો ખોટા છે અને મુદ્દાને ગૂંચવવાનો પ્રયાસ કરે છે. એજન્સીએ બિનજવાબદાર વર્તન કર્યું જેના કારણે અરિહાના માતા-પિતાને મીડિયાનો આશરો લેવો પડ્યો છે. કોઈપણ સમયે એજન્સીએ બાળકની સંભાળ લેવા માટે તૈયાર કોઈપણ ભારતીય પાલક પરિવાર વિશે માહિતી શેર કરી નથી. વળી, મુખ્ય મુદ્દો એ છે કે ભારતીય બાળકને ભારત પરત આવવા દેવામાં આવતું નથી.


યુવતિઓની આવી હોય છે સેક્સ્યુઅલ ફેન્ટસી, આ રીતે સેક્સની રાખે છે અપેક્ષા


આ સાંસદોએ પત્ર પર કર્યા હસ્તાક્ષર
પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં કોંગ્રેસના સાંસદો અધીર રંજન ચૌધરી અને શશિ થરૂર, ભાજપના હેમા માલિની અને મેનકા ગાંધી, ડીએમકેના કનિમોઝી, એનસીપીના સુપ્રિયા સુલે, ટીએમસીના મહુઆ મોઇત્રા, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ, આરજેડીના મનોજ સિંહ ઝા, અરજદાર પાર્ટીના અધ્યાપિકા અને અમરસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. CPM તરફથી ઇલામાન કરીમ અને જ્હોન બ્રિટાસ, અકાલી દળમાંથી હરસિમરત કૌર, BSP તરફથી કુંવર દાનિશ અલી, શિવસેના (UBT) તરફથી પ્રિયંકા ચતુર્વેદી, CPI તરફથી બિનોય વિશ્વમ અને નેશનલ કોન્ફરન્સમાંથી ફારૂક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે.


રાકેશનાથજી મહંતનું હાર્ટએટેકથી નિધન: ભક્તોમાં શોકની લાગણી, સોમવારે અંતિમ સંસ્કાર


શું કહ્યું સાંસદોએ?
સાંસદોએ આ પત્રમાં લખ્યું છે કે, “અમે ભારતની સંસદના બન્ને સદનોના સભ્ય 19 રાજકીય પક્ષો સાથે સંબધ ધરાવીએ છીએ. અમે તમને આ પત્ર લખી રહ્યા છીએ, જેમાં ભારતની બે વર્ષની પુત્રી અરિહા શાહને ભારત પાછી મોકલવાની તાકીદે વિનંતી છે. આ બાળકી ભારતની નાગરિક છે, તેના માતા-પિતા ધારા અને ભાવેશ શાહ છે. આ પરિવાર બર્લિનમાં રહેતો હતો કારણ કે છોકરીના પિતા ત્યાં એક કંપનીમાં કામ કરતા હતા. પરિવારને અત્યાર સુધીમાં ભારત આવવું જોઈતું હતું પરંતુ દુ:ખદ ઘટનાને કારણે તેઓ આવી શક્યા ન હતા.


VIDEO: પાણીપુરી તો ખાવી જ પડે, બાબાએ ગાડી રોકાવી રસ્તા વચ્ચે પાણીપુરીની જયાફત માણી


સાંસદોએ વધુમાં જણાવ્યું કે, “અમે તમારી કોઈપણ એજન્સી પર આરોપ લગાવી રહ્યા નથી અને માનીએ છીએ કે જે કંઈ પણ કરવામાં આવ્યું હશે તે બાળકીના હિતમાં વિચારીને કરવામાં આવ્યું હશે. અમે તમારા દેશમાં કાયદાકીય પ્રક્રિયાઓનું સન્માન કરીએ છીએ પરંતુ આ પરિવાર સામે કોઈ ફોજદારી કેસ પેન્ડિંગ નથી તે જોતા બાળકીને ઘરે પરત મોકલવાનો સમય આવી ગયો છે. સાંસદોએ ધ્યાન દોર્યું હતું કે પોલીસ કેસ ફેબ્રુઆરી 2022 માં માતાપિતા સામે કોઈપણ આરોપો વિના બંધ કરવામાં આવ્યો હતો. આ પછી પણ બાળકી પરત ન આવી અને જર્મન ચાઈલ્ડ સર્વિસે જર્મનીની કોર્ટમાં બાળકીની કાયમી કસ્ટડી માટે દબાણ કર્યું.


LIC ની ધાંસૂ પોલિસી! બચત પર મળશે 25 લાખ રૂપિયા, મૃત્યું થાય તો નોમિનીને 125% વળતર


પત્રમાં તેમણે જણાવ્યું કે, "એક બીજું પાસું છે. અમારા પોતાના સાંસ્કૃતિક ધોરણો છે. બાળક એક જૈન પરિવારની છે જે શાકાહારી છે. બાળકને વિદેશી સંસ્કૃતિમાં ઢાળવામાં આવી રહી છે, તેને માંસાહારી ખોરાક ખવડાવવામાં આવી રહ્યો છે. અહીં ભારતમાં હોવાના કારણે તમે વધુ સારી રીતે સમજી શકો છો કે આ અમારા માટે કેટલું અસ્વીકાર્ય છે.


કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો! બનાસકાંઠાના આ કરૂણ દ્રશ્યો કાળજુ કપાવી નાંખશે


શું છે સમગ્ર કેસ?
ખરેખર, અરિહાના માતા-પિતા એક ગુજરાતી કપલ છે. આ લોકો વર્ષ 2018માં જર્મની ગયા હતા અને છેલ્લા 21 મહિનાથી તેમની બાળકીની કસ્ટડી માટે લડી રહ્યા હતા. બાળકીને આકસ્મિક ઈજા પછી જર્મન સત્તાવાળાઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી હતી અને તે 23 સપ્ટેમ્બર 2021 થી ફોસ્ટર કેયરમાં છે. તે સમયે અરિહા માત્ર 7 મહિનાની હતી. જર્મન સત્તાવાળાઓએ આરોપ લગાવ્યો હતો કે આહીરાના માતા-પિતા ધારા અને ભાવેશ શાહે તેણીને ત્રાસ આપ્યો હતો.


1 લાખ રૂપિયાના બની ગયા 8700000 રૂપિયા, આ કેમિકલ સ્ટોકે 10 વર્ષમાં કર્યા માલામાલ