ઢાકાઃ બાંગ્લાદેશમાં અનામત આંદોલન વધુ હિંસક બન્યું છે. 4 લાખ લોકો રસ્તા પર છે અને 300થી વધુ લોકોના મોત થયા છે. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. હવે સેના અહીં વચગાળાની સરકાર બનાવશે. સેના શાંતિની અપીલ કરી રહી છે, પરંતુ સ્થિતિ શાંત થઈ રહી નથી. બાંગ્લાદેશમાં આટલા મૃત્યુ પછી સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશના કસાઈની ચર્ચા તઈ રહી છે.  તે વ્યક્તિનું નામ હતું ટીક્કા ખાન. પાકિસ્તાનના પ્રથમ આર્મી ચીફ અને 4 સ્ટાર જનરલ ટિક્કા ખાનનો જન્મ ફેબ્રુઆરી 1915માં રાવલપિંડી પાસેના એક ગામમાં થયો હતો. જાણો તે રાતની આખી કહાની.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નામ સાંભળીને આત્મા કંપી ઉઠતો
ટિક્કા ખાને એવો નરસંહાર કર્યો કે તેનું નામ સાંભળીને લોકોની આત્મા કંપી ઊઠી. રાવલપિંડી ગામમાં જન્મેલા ટિક્કા ખાને દેહરાદૂનની ભારતીય મિલિટરી એકેડમીમાં અભ્યાસ કર્યો હતો અને 1935માં બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા હતા. 1940 માં કમિશન્ડ ઓફિસર બન્યા પછી, તેમણે જર્મની સામે બીજા વિશ્વ યુદ્ધમાં ભાગ લીધો. 1947 માં ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારે ટિક્કા ખાને પાકિસ્તાનને પસંદ કર્યું અને ત્યાંની સેનામાં મેજરનું પદ સંભાળ્યું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો.


કેવી રીતે આચરી હતી બર્બરતા
ટિક્કા ખાનની બર્બરતાની કહાની 1969માં ત્યારે શરૂ થઈ જ્યારે યાહ્યા ખાને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું. આ તે સમયગાળો હતો જ્યારે પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)ને અલગ કરવાની માંગણી ઉગ્ર બની હતી. પરિસ્થિતિ વણસવા લાગી. જેને સંભાળવા માટે ટિક્કા ખાનને પૂર્વ પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.


આ પણ વાંચોઃ શેખ હસીનાએ રાજીનામું આપી તાબડતોબ દેશ છોડ્યો, પ્રદર્શનકારીઓ PM હાઉસમાં ઘૂસ્યા


અહીં પહોંચતા જ તેણે સૈન્ય કાર્યવાહી શરૂ કરી. ઓપરેશન સર્ચલાઈટ શરૂ કર્યું. આખા ઓપરેશન દરમિયાન તેણે માણસો સાથે જાનવર જેવો વ્યવહાર કર્યો. તેના ઓપરેશન દરમિયાન એક એવી રાત આવી જ્યારે તેણે બર્બરતાની હદ વટાવી દીધી.


7 હજાર લોકોની હત્યા, 2 લાખ મહિલાઓ પર બળાત્કાર
વિરોધને દબાવવા માટે બાળકોથી લઈને મહિલાઓથી લઈને વૃદ્ધો સુધી દરેકને મારી નાખવામાં આવ્યા હતા. ટિક્કા ખાનના નરસંહારની વાર્તા લખનાર રોબર્ટ પેને લખ્યું છે કે એક જ રાતમાં 7 હજાર લોકોની હત્યા કરાઈ હતી. 1971માં 9 મહિનામાં 2 લાખ મહિલાઓ અને યુવતીઓ પર બળાત્કાર થયો હતો. આ ઘટના વિશ્વભરમાં હેડલાઇન્સ બની હતી. ટિક્કા ખાનની નિર્દયતાનું વર્ણન કરતાં, ટાઇમ મેગેઝિને તેને 'બાંગ્લાદેશનો કસાઈ' કહ્યો હતો.


પાકિસ્તાનમાં કુખ્યાત હોવા છતાં સેનામાં સૌથી મોટું પ્રમોશન 
બાંગ્લાદેશમાં સ્થિતિ સામાન્ય થઈ ત્યાં સુધીમાં ટિક્કા ખાન આખી દુનિયામાં કુખ્યાત થઈ ગયો હતો. પાકિસ્તાનના લોકોએ પણ તેના પગલાંની ટીકા કરી હતી. પરંતુ તેમ છતાં તેની કોઈ અસર થઈ ન હતી. ઓપરેશન સર્ચલાઈટ હાથ ધર્યા બાદ પાકિસ્તાની સેનામાં તેનું કદ વધુ વધ્યું અને પ્રમોશન પછી પ્રમોશન મળતું રહ્યું. ત્રણ વર્ષ બાદ 1972માં તેમને પાકિસ્તાનના પહેલા આર્મી ચીફ બનાવવામાં આવ્યા હતા. લગભગ 4 વર્ષ આ પદ સંભાળ્યા બાદ નિવૃત્ત થયા. ટીક્કા ખાને 28 માર્ચ, 2002ના રોજ રાવલપિંડીમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.