નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શનિવારના બહેરીનમાં ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે બહેરીનના શાહ હમાદ બિન ઈસા અલ ખલીફાની સાથે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર વાતચીત કરી હતી. તે દરમિયાન ત્રણ એમઓયૂ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જો કે, અંતરિક્ષ, આંતરરાષ્ટ્રીય અને ગઠબંધન અને રૂપિયા કાર્ડ સાથે સંબંધિત હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેરીનનો પ્રવાસ કરનાર દેશના પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બહેરીનમાં PM મોદી આજે 200 વર્ષ જૂના કૃષ્ણ મંદિરની પુનર્નિર્માણ યોજનાની કરશે શરૂઆત


આ સન્માનને ગ્રહણ કરતા દરમિયાન પીએમ મોદીએ કહ્યું, હું ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ સન્માન આપ્યા બાદ ઘણો સન્માનિત અને ભાગ્યશાળી અનુભવ કરી રહ્યો છું. હું વિનમ્રતાપૂર્વક ભારત 130 કરોડ દેશવાસીઓની તરફથી તેને સ્વીકાર કરું છું.


આ પણ વાંચો:- UAE ની યાત્રા બાદ બહેરીન પહોંચ્યા મોદી, અહીં પહોંચનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન


આ વચ્ચે બહેરીન સમકક્ષ પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાએ ભારત-બહેરીનની વચ્ચે સાંસ્કૃતિક સંબંધોની પ્રસંશા કરી હતી. તેમમે કહ્યું કે, મનામામાં સ્થિત 200 વર્ષ જૂના ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બંને દેશોના ગાઢ સંબંધોનું પ્રતિક છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...