બહેરીનમાં PM મોદી આજે 200 વર્ષ જૂના કૃષ્ણ મંદિરની પુનર્નિર્માણ યોજનાની કરશે શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેરીનના બે દિવસીય પ્રવાસ પર છે. પીએમ મોદી રવિવારના આ ખાડી દેશની રાજધાની મનામામાં સ્થિત 200 વર્ષ જૂના ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં આયોજિત કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવમાં ભાગ લેશે.

બહેરીનમાં PM મોદી આજે 200 વર્ષ જૂના કૃષ્ણ મંદિરની પુનર્નિર્માણ યોજનાની કરશે શરૂઆત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેરીનના બે દિવસીય પ્રવાસ પર છે. પીએમ મોદી રવિવારના આ ખાડી દેશની રાજધાની મનામામાં સ્થિત 200 વર્ષ જૂના ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં આયોજિત કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવમાં ભાગ લેશે. આ સાથે જ પીએમ મોદી આ મંદિરના પુનર્નિર્માણની યોજનાનો શુભારંભ કરશે. તેના પર 42 લાખ ડોલર એટલે કે, 30 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ મંદિરનું નિર્ણાણ 1817માં થયો હતો. પીએમ મોદી બહેરીનની યાત્રા કરનાર ભારતના પહેલા વડાપ્રધાન બન્યા છે.

આ મંદિર 45 હજાર વર્ગ ફૂટ ક્ષેત્રમાં ફેલાયું છે. જે ત્રણ માળનું મંદિર છે. મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે. મંદિરમાં પુજારીઓને રોકાવવાની વ્યવ્સથા પણ હશે. આ મંદિરમાં હિન્દૂ સમુદાયના લોકોના લગ્નની મેજબાની કરવાની સુવિધા પણ હશે. એટલું જ નહીં આ મંદિરમાં એક નોલેજ સેન્ટર અને સંગ્રહાલય પણ હશે. મંદિરની દેખરેખ કરનાર થટ્ટાઇ હિન્દુ સૌદાગર સમુદાયના અધ્યક્ષ બોબ ઠાકરેએ કહ્યું કે, નવનિર્મિત બંધારણ 450000 હજાર સ્કેવર ફૂટ હશે અને તેનો 80 ટકા ભાગમાં વધુ ભક્તો માટે જગ્યા હશે.

તે પહેલા શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રી સુરક્ષા સલાબકાર અજિત ડોભાલ બહેરીનની રાજધાની મનામાં પહોંચ્યા. બહેરીનના વડાપ્રધાન મંત્રી પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફાની હાજરીમાં મનામાના અલ-ગુદાઇબિયા પેલેસમાં શનિવારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જેટલીને યાદ કરી ભાવુક થયા પીએમ મોદી
બહેરીમાં અરૂણ જેટલીને યાદ કરતા કહ્યું, હું અહીં ખૂબ જ શોક છું. આજે ભારતમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મને ખૂબ શોક લાગ્યો છે. થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે. હું કર્તવ્યથી બંધાયેલો છું, તેથી મારો મિત્ર છોડીને જવાનું દુ:ખ છે. બહેરીનની ધરતી પરથી હું ભાઈ અરુણને શ્રદ્ધાંજલિ આપું છું.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news