મનામાઃ બહરીનના પ્રધાનમંત્રી ખલીફા બિન સલમાન અલ ખલીફાનું 84 વર્ષની વયે નિધન થયુ છે. તેમની સારવાર અમેરિકાના મેયો ક્લોનિક હોસ્પિટલમાં ચાલી રહી હતી. હાલમાં બહરીનના પીએમ ઇઝરાયલની સાથે શાંતિ સમજુતી કરવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. તેમના નિધન પર બહરીનના શાહી ઉચ્ચાધિકારીઓ શોક વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક સપ્તાહ માટે રાજકીય શોકની જાહેરાત
બહરીનના શાસક શેખ હમદ બિન ઈસા અલ ખલીફાએ પીએમ ખલીફાના નિધન પર એક સપ્તાહ માટે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ દરમિયાન બહરીનમાં રાષ્ટ્રીય ધ્વજ અડધા ઝુકેલા રહેશે. કોરોના વાયરસને કારણે તેમના અંતિમ સંસ્કાર દરમિયાન સીમિત સંખ્યામાં લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવશે. 


સૌથી લાંબા સમય સુધી રહ્યાં પીએમ
ખલીફા બિન સલમાન અલ ખલીફા વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી સેવા કરનાર પ્રધાનમંત્રીઓમાંથી એક હતા. તેમણે વર્ષ 1970થી દેશના પ્રધાનમંત્રીની ખુરશી સંભાળી હતી. 2011મા અરબ ક્રાંતિ દરમિયાન ભ્રષ્ટાચારના આરોપોને કારણે તેમને હટાવવા માટે ખુબ પ્રદર્શન થયા હતા. 


ISISના આતંકીઓએ હવે આ દેશમાં મચાવ્યો કાળો કેર, 50 લોકોના માથા વાઢી નાખ્યા


ખાનગી દ્વીપ પર કરતા હતા વિદેશી મહેમાનો સાથે મુલાકાત
પ્રિન્સ ખલીફાની તાકાત અને સંપત્તિની ઝલક આ નાના દેશમાં ચારેતરફ જોવા મળે છે. દેશના શાસકની સાથે તેમનું ચિત્ર ઘણા દાયકાઓ સુધી સરકારી દીવાલોની શોભા વધારતુ રહ્યું. ખલીફાનો એક ખાનગી દ્વીપ હતો જ્યાં તેઓ વિદેશી મહેમાનો સાથે મુલાકાત કરતા હતા. 


શાહી પરિવારના હતા ખાસ
પ્રિન્ટ, ખાડી દેશોમાં નેતૃત્વ કરવાની જૂની પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા હતા જેમાં સુન્ની અલ ખલીફા પરિવાર પ્રત્યે સમર્થન વ્યક્ત કરનારને પુરસ્કૃત કરવામાં આવતા હતા. પરંતુ તેમની કાર્યવાહીને 2011ના વિરોધ પ્રદર્શન દરમિયાન પડકાર મળ્યો હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube