બાંગ્લાદેશમાં બળાત્કારીઓને અપાશે ફાંસી, શેખ હસીના કેબિનેટે કાયદાને આપી મંજૂરી
Death Penalty in Rape Cases: બાંગ્લાદેશમાં હાલમાં યૌન હુમલાની ઘણી ઘટનાઓ સામે આવવા પર રસ્તા અને સોશિયલ મીડિયા પર જનાક્રોશ ભડકવાને કારણે મંત્રીમંડળે બળાત્કારના મામલામાં વધુમાં વધુ સજા આજીવન કેદથી વધારીને મૃત્યુદંડ કરવાને સોમવારે મંજૂરી આપી છે.
ઢાકાઃ બાંગ્લાદેશમાં હાલમાં યૌન હુમલાની ઘણી ઘટનાઓ સામે આવવા પર રસ્તા અને સોશિયલ મીડિયા પર જનાક્રોશ ભડકવાને કારણે મંત્રીમંડળે બળાત્કારના મામલામાં વધુમાં વધુ સજા આજીવન કેદથી વધારીને મૃત્યુદંડ કરવાને સોમવારે મંજૂરી આપી છે. મંત્રીમંડળના પ્રવક્તા ખાંડકર અનવારૂલ ઇસ્લામે જણાવ્યુ કે, રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ મહિલા તથા બાળ શોષણ અધિનિયમમાં સંશોધન સંબંધી અધ્યાદેશ જારી કરી શકે છે કારણ કે સંસદનું સત્ર ચાલી રહ્યું નથી.
પહેલા સજા આજીવન કેદ હતી
આ સંશોધનની વિગતો તત્કાલ સામે આવી નથી પરંતુ ઇસ્લામે કહ્યુ કે, મંત્રીમંડળ આ પ્રસ્તાવ પર રાજી હતું અને બળાત્કારના મામલાની સુનાવણી જલદી થાય. વર્તમાન કાયદા પ્રમાણે બળાત્કારના મામલામાં વધુમાં વધુ સજા આજીવન કેદની છે. પરંતુ જે મામલામાં પીડિતાનું મોત થઈ જાય છે, ત્યાં મૃત્યુદંડની મંજૂરી છે.
અધ્યાદેશ જારી કરી શકે છે રાષ્ટ્રપતિ
કાયદા મંત્રી અનીસુલ હકે કહ્યુ કે, રાષ્ટ્રપતિ મંગળવારે અધ્યાદેશ જારી કરી શકે છે. હાલના સપ્તાહોમાં હિંસક યૌન હુમલા બાદ રાજધાની ઢાકા અને અન્ય જગ્યાએ મોટા વિરોધ પ્રદર્શન થયા હતા. મહિલાઓના અધિકારો માટે સંઘર્ષ કરનાર સંગઠન આઇન-ઓ-સાલિશ કેન્દ્ર પ્રમાણે દેશમાં જાન્યુારીથી ઓગસ્ટ વચ્ચે બળાત્કારની 889 ઘટનાઓ થઈ અને ઓછામાં ઓછા 41 પીડિતાના મોત થયા છે.
ઉત્તર કોરિયાની જનતા સામે રોવા લાગ્યા તાનાશાહ Kim Jong Un, માગી માફી
હાલમાં ભડક્યો જનઆક્રોશ
હાલના દિવસોમાં ત્યારે જનાક્રોશ ભડક્યો જ્યારે ફેસબુક પર એક વીડિયો આવ્યો અને તેમાં એક દક્ષિણ-પૂર્વી જિલ્લામાં કેટલાક લોકો એક મહિલાને નિર્વસ્ત્ર કરી તેના પર હુમલો કરતા જોવા મળ્યા હતા. દેશના માનવાધિકાર આયોગ અનુસાર આ મહિલાનો એક વર્ષથી વારંવાર રેપ કરવામાં આવ્યો અને તેને આતંકિત કરવામાં આવી. એક અન્ય કાંડમાં એક મહિલાને કારમાંથી ઘસેડીને કોલેજના ડોમેટ્રીમાં લાવવામાં આવી અને તેની સાથે સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube