ન્યૂઝીલેન્ડ: મસ્જિદમાં ફાયરિંગ ચાલુ હતું અને પહોંચી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ, આ રીતે બચ્યા ખેલાડીઓ
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદમાં ફાયરિંગ બાદ ખુબ જ દહેશતનો માહોલ છે. આ ફાયરિગમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા છે. જે મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. ત્યાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતાં. જો કે ખેલાડીઓને ફાયરિંગ દરમિયાન કોઈ ઈજા થઈ નથી. બધા એકદમ સુરક્ષિત છે.
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં મસ્જિદમાં ફાયરિંગ બાદ ખુબ જ દહેશતનો માહોલ છે. આ ફાયરિગમાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ થયા છે. જે મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના ઘટી છે. ત્યાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ હાજર હતાં. જો કે ખેલાડીઓને ફાયરિંગ દરમિયાન કોઈ ઈજા થઈ નથી. બધા એકદમ સુરક્ષિત છે.
ન્યૂઝ એજન્સી AFP સાથ વાત કરતા બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના પ્રવક્તાએ કહ્યું કે બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ જ્યારે બસમાંથી ઉતર્યા ત્યારે આ હુમલો થયો. હજુ તો તેઓ મસ્જિદમાં જવાની તૈયારીમાં જ હતાં. તેમણે એ પણ જણાવ્યું કે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં નમાજ પઢવા માટે જઈ રહી હતી. કેટલાક ખેલાડીઓ મસ્જિદની અંદર પ્રવેશી ચૂક્યા હતાં. પરંતુ તેઓ સમયસર ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહ્યાં.
ન્યૂઝીલેન્ડ: ક્રાઈસ્ટચર્ચની 2 મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 6ના મોત, 600 લોકો હતાં હાજર
બાંગ્લાદેશના ખેલાડીએ પણ ટ્વિટ કર્યું
આ ઘટનાને લઈને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના એક ખેલાડી મોહમ્મદ ઈસ્લામે ટ્વિટ કર્યું કે જ્યાં સક્રિય બંદૂકધારીઓ હાજર હતાં તે હેગલે પાર્કની એક મસ્જિદમાંથી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ બહાર નીકળી ગઈ. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના અન્ય એક ખેલાડી તમીમ ઈકબાલે ટ્વિટ કર્યું કે અમારી આખી ટીમ સુરક્ષિત છે. આ એક ભયાનક અનુભવ છે. ઈકબાલે વધુમાં લખ્યું કે કૃપા કરીને અમને તમારી પ્રાર્થનાઓમાં રાખો.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...