ન્યૂઝીલેન્ડ: આતંકી હુમલાને અંજામ આપનાર હુમલાખોર ઓસ્ટ્રેલિયન નાગરિક, અત્યાર સુધી 49ના મોત
ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગથી હાહાકાર મચ્યો છે. શાંત ગણાતા ન્યૂઝીલેન્ડમાં શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારમાં અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને આ ફાયરિંગમાં 49 લોકોના મોતની પુષ્ટિ કરી છે.
Trending Photos
નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. પીએમએ સ્વીકાર્યું છે કે આ એક આતંકી હુમલો છે. જેનું અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. બે વાહનોથી વિસ્ફોટકો પણ મળી આવ્યાં છે. જેમને નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યાં છે.
#UPDATE New Zealand Police Commissioner Mike Bush: 49 people have been killed in shooting at two mosques in Christchurch pic.twitter.com/7nKDYRp1vb
— ANI (@ANI) March 15, 2019
પોલીસ કમિશનર માઈક બુશના જણાવ્યાં મુજબ ચાર લોકોની ધરપકડ કરાઈ છે જેમાં એક મહિલા અને 3 પુરુષ છે. ફાયરિંગ કરનારા બંદૂકધારીઓમાં એક દક્ષિણપંથી કટ્ટરપંથી છે. જેની પાસે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આ જાણકારી આપી. મોરિસને કહ્યું કે ક્રાઈસ્ટચર્ચમાં એક કટ્ટરપંથી, દક્ષિણપંથી હિંસક આતંકવાદીએ ફાયરિંગ કર્યું. જેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં થયો છે. તેમણે વધુ જાણકારી આપવાની ના પાડી દીધી. તેમણે કહ્યું કે તપાસ ચાલુ છે. બુશે કહ્યું કે અમે આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છીએ. હજુ પણ સક્રિય એવા એક હુમલાખોરને પકડવા માટે પોલીસ કોશિશ કરી રહી છે. શહેરની ઘેરાબંધી કરાઈ છે, જેના પગલે કોઈ પણ વ્યક્તિ શહેરની અંદર કે બહાર જઈ શકશે નહીં.
તેમના જણાવ્યાં મુજબ ક્રાઈસ્ટચર્ચમાં જોખમ હજુ ટળ્યું નથી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ માઈક બુશે કહ્યું કે મસ્જિદમાં થયેલા ફાયરિંગ બાદ પોલીસે અનેક વાહનોમાં વિસ્ફોટ માટે રખાયેલા IEDને ડિફ્યુઝ કર્યા છે. આ કોઈ મોટા આતંકી હુમલાનું ષડયંત્ર જણાઈ રહ્યું છે. પોલીસે સુરક્ષા કારણોસર શહેરની તમામ મસ્જિદોને બંધ રાખવાના આદેશ જારી કર્યા છે. આ હુમલા વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં હાજર હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડાઈરેક્ટરે કહ્યું કે ક્રિકેટ ટીમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તમામ ખેલાડીઓ પોતાની હોટલમાં છે.
Jacinda Ardern,NZ Prime Minister on shooting at a Mosque in Christchurch: This is one of New Zealand's darkest days. It was an unprecedented act of violence. Police has apprehended a person, but I don't have further details of him yet. pic.twitter.com/xzTHBjk4Xq
— ANI (@ANI) March 15, 2019
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડમાં શનિવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની હતી પરંતુ સ્થિતિ જોતા હાલ મેચ રદ કરાઈ છે. મેચ હેગલી ઓવલમાં રમાવવાની હતી. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ શુક્રવારે જુમ્માની નમાજ માટે મસ્જિદમાં 300 જેટલા લોકો ભેગા થયા હતાં.
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને આ ઘટનાને દેશના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે ગણાવી છે. ક્રાઈસ્ટચર્ચમાં સક્રિય શૂટરના કારણે હાલાત ગંભીર છે. પોલીસે સુરક્ષા કારણોસર તમામ શાળા કોલેજો બંધ કરાવી દીધી છે. આ સાથે જ સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે