ઢાકાઃ Bangladesh Election: બાંગ્લાદેશમાં રવિવાર (7 જાન્યુઆરી) એ હિંસા વચ્ચે સામાન્ય ચૂંટણી યોજાઈ છે. મતદાન સવારે 7.30 કલાકે શરૂ થયું અને સાંજે 4 કલાકે સમાપ્ત થયું હતું. બાંગ્લાદેશના ચીફ ઈલેક્શન કમિશનર પ્રમાણે આશરે 40 ટકા મતદાન થયું છે. મુખ્ય વિપક્ષી પાર્ટી દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાને કારણે સત્તાધારી અવામી લીગની જીત નક્કી માનવામાં આવી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીનો આરોપ છે કે શેખ હસીનાના નેતૃત્વમાં નિષ્પક્ષ ચૂંટણી ન થઈ શકે. તેવામાં વિપક્ષે શેખ હસીનાને પદ છોડવા અને કાર્યવાહક સરકારની દેખરેખમાં ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. બીજીતરફ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ લોકોને મતદાન કરવાની અપીલ કરતા કહ્યું કે બીએનપી એક આતંકી સંગઠન છે. જેમણે જનતાને મતદાન કરી લોકતંત્રમાં પોતાનો વિશ્વાસ દેખાડવાની અપીલ કરી હતી. પરંતુ તેમની અપીલની વધારે અસર થઈ નથી. 


આ પણ વાંચોઃ ભારત પર અપમાનજનક ટિપ્પણી કરવી પડી ભારે, માલદીવે પોતાના ત્રણ મંત્રીને કર્યાં સસ્પેન્ડ


અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ કરી હતી નિષ્પક્ષ ચૂંટણીની અપીલ
બાંગ્લાદેશના કપડા ઉદ્યોગના મુખ્ય ગ્રાહક સંયુક્ત રાજ્ય અમેરિકા અને પશ્ચિમી દેશોએ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની અપીલ કરી હતી. નોંધનીય છે કે 1971માં પાકિસ્તાનથી આઝાદી બાદ બાંગ્લાદેશમાં આ 12મી ચૂંટણી હતી. ચૂંટણી પંચે કહ્યું કે 2018ની ચૂંટણીમાં કુલ મતદાન 80 ટકાથી વધુ હતું. તેવામાં આ વખતે મતદાનમાં મોટો ઘટાડો થયો છે. ચૂંટણી પંચના સચિવ જહાંગીર આલમે જણાવ્યું કે અનિયમિતતાને કારણે ત્રણ કેન્દ્રો પર મતદાન રદ્દ કરવામાં આવ્યું છે.


બીએનપી છેલ્લી ત્રણમાંથી બે ચૂંટણીનો કરી ચૂકી છે બહિષ્કાર
છેલ્લી ત્રણ ચૂંટણીઓમાંથી બીજી ચૂંટણીનો બહિષ્કાર કરનાર BNPએ દાવો કર્યો હતો કે હસીનાની પાર્ટી કપટ મતને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે અને શેખ હસીનાની અવામી લીગ મોટી જીત તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં શેખ હસીના ફરી એકવાર પ્રધાનમંત્રી બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. તે જાણીતું છે કે આવતીકાલે (સોમવાર 8 જાન્યુઆરી 2024) બપોર સુધીમાં પરિણામો આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube