પીએમ મોદી અને ભારત પર અપમાનજનક ટિપ્પણી કરવી પડી ભારે, માલદીવે પોતાના ત્રણ મંત્રીને કર્યાં સસ્પેન્ડ

પ્રધાનમંત્રી મોદી અને ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓ વિરુદ્ધ માલદીવની સરકારે કડક કાર્યવાહી કરી છે. માલદીવે આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. 
 

પીએમ મોદી અને ભારત પર અપમાનજનક ટિપ્પણી કરવી પડી ભારે, માલદીવે પોતાના ત્રણ મંત્રીને કર્યાં સસ્પેન્ડ

નવી દિલ્હીઃ માલદીવની સરકારે ભારતના પ્રધાનમંત્રી પર અપમાનજનક ટિપ્પણી કરનાર પોતાના મંત્રી મરિયમ શિફના સહિત ત્રણેયને સસ્પેન્ડ કરી દીધા છે. માલદીવના સ્થાનીક મીડિયા એટોલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર માલદીવ સરકારે મરિયન શિઉના, માલશા અને હસાન જિહાન સહિત પોતાના ત્રણેય મંત્રીઓને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની યાત્રા બાદ તેમના પર અપમાનજનક ટિપ્પણી કરવા માટે કડક કાર્યવાહી કરી છે.

આ પહેલા માલદીવ સરકારે એક નિવેદન જાહેર કરી પીએમ નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની યાત્રા પર મંત્રી મરિયમ શિઉનાની ટિપ્પણી પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. માલદીવે પીએમ મોદી પર પોતાના મંત્રી તરફથી કરવામાં આવેલી ટિપ્પણી બાદ પોતાના દેશમાં અચાનક ભારતથી પર્યટકોની સંખ્યા રદ્દ થવામાં અચાનક વધારો જોયા બાદ કહ્યું કે આવી અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં સંકોચ નહીં કરીએ. 

રવિવારે એક નિવેદનમાં, માલદીવના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેઓ "વિદેશી નેતાઓ અને ઉચ્ચ પદની વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપમાનજનક ટિપ્પણીઓ"થી વાકેફ છે. ગયા અઠવાડિયે, સોશિયલ મીડિયા પર વિવાદ ફાટી નીકળ્યો જ્યારે માલદીવના એક મંત્રી અને અન્ય કેટલાક નેતાઓએ પીએમ મોદી સામે અપમાનજનક ટિપ્પણી કરી જ્યારે તેમણે લક્ષદ્વીપના એક પ્રાચિન બીચ પર તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો.

ભારત-માલદીવના સંબંધ તણાવપૂર્ણ
માલદીવમાં મોહમ્મદ મુઇઝ્ઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશોના સંબંધો તણાવપૂર્ણ થઈ ગયા છે. મુઇઝ્ઝુ ચીનના સમર્થક માનવામાં આવે છે. આશરે 2 મહિના પહેલા માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઇઝ્ઝુએ ભારતીય સેનાને પોતાના દેશમાંથી હટાવવાનો નિર્ણય કર્યો હતો. તેમને ભારત વિરોધી નિવેદન આપવા માટે ઓળખવામાં આવે છે. મુઇઝ્ઝુએ માલદીવ સરકારની પરંપરા તોડતા બે મુસ્લિમ દેશોની યાત્રાનો નિશ્ચય કરી ભારત સાથે પોતાના સંબંધો વધુ ખરાબ કરી લીધા હતા. મુઇઝ્ઝુએ પહેલા મુસ્લિમ દેશ તુર્કીની યાત્રા કર્યા બાદ ભારતને નજરઅંદાજ કરતા હવે 8 જાન્યુઆરીએ ચીનની યાત્રાને પ્રાથમિકતા આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news