ઢાકા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના બાંગ્લાદેશ (Bangladesh) પ્રવાસ દરમિયાન મોટા પાયે હિંસાનું ષડયંત્ર રચાયું હતું. એક ઈન્ટેલિજન્સ રિપોર્ટ (Intelligence Report) માં એ વાત સામે આવી છે કે પ્રતિબંધિત સંગઠન જમાત એ ઈસ્લામીએ મોટું ષડયંત્ર રચ્યું હતું અને આ માટે પૈસા પણ વહેંચવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે પીએમ મોદીના પ્રવાસ અગાઉ અને ત્યારબાદ બાંગ્લાદેશમાં હિંસાની અનેક ઘટનાઓ ઘટી છે. જેને ભારતીય પ્રધાનમંત્રીના પ્રવાસના વિરોધમાં જોવામાં આવી, પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે વિરોધમાં નહીં પરંતુ એક સુનિયોજિત ષડયંત્ર હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કરાઈ આ ભલામણ
રિપોર્ટ (Intelligence Report) મુજબ પોલીસ, મીડિયા અને સરકારી ઓફિસો પર મોટા પાયે હુમલાની તૈયારી હતી. 'દૈનિક ભાસ્કર' એ ઈન્ટેલિજન્સ રિપોર્ટના હવાલે જણાવ્યું છે કે જમાત એ ઈસ્લામીએ આ માટે વિપુલ પ્રમાણમાં પૈસા વહેંચ્યા હતા. જેથી કરીને પીએમ મોદી (PM Narendra Modi) ના પ્રવાસ દરમિાયન કાયદો વ્યવસ્થાને મુદ્દો બનાવીને શેખ હસીનાના નેતૃત્વવાળી સરકાર પર સવાલ ઉઠાવી શકાય. રિપોર્ટમાં જમાત એ ઈસ્લામી અને હિફાઝત એ ઈસ્લામના નેતાઓના માલિકી હકવાળી તમામ હોટલો પર દરોડાની ભલામણ કરાઈ છે. જેમાં કહેવાયું છે કે જો જરૂર પડે તો કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવે. 


અત્યાર સુધીમાં અનેક લોકો પર કેસ
રિપોર્ટમાં કહેવાયું છે કે જમાત એ ઈસ્લામીની  અચલ સંપત્તિઓ, હોસ્પિટલો, વીમા, મદરેસા, ઈમારતોની તપાસ થવી જોઈએ. નોંધનીય છે કે બાંગ્લાદેશ (Bangladesh) માં રવિવારે થયેલા ઘર્ષણની ઘટનાઓમાં જમાત અને હિફાઝતના 200 નેતાઓ તથા કાર્યકરો વિરુદ્ધ કેસ દાખલ કરાયા છે. તેમના પર પોલીસના કામમાં અડચણો નાખવા અને તેમના પર હુમલા કરવાનો આરોપ છે. આ બાજુ પોલીસે જણાવ્યું કે શુક્રવારે ઢાકાની બૈતુલ મુકર્રમ નેશનલ મસ્જિદમાં ઘર્ષણ મામલે 600 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો છે. 


સપોર્ટર્સને બોલાવ્યા હતા ઢાકા
રિપોર્ટ (PM Narendra Modi) મુજબ જમાત એ ઈસ્લામના નેતાઓએ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને પોતાના 60 ટકા સમર્થકોને રાજધાની ઢાકા આવવાનું કહ્યું હતું. પરિણામે ઈસ્લામી વિદ્યાર્થી સંગઠન, મહિલા વિંગ અને ઈસ્લામિક શેડો સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઢાકા પહોંચ્યા હતા. જેમને ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા. ષડયંત્ર મુજબ જમાતના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ શિબિર સાથે પહેલા ગ્રુપે મોદી વિરોધી કાર્યક્રમોમાં સામેલ થવાનું હતું. બીજા ગ્રુપે લેફ્ટ શેડ સંગઠન સાથે મોદી વિરોધી રેલી કાઢવાની હતી. અને ત્રીજા ગ્રુપે હિફાઝતના 6 ઈસ્લામી રાજકીય પક્ષોના પ્રદર્શનનો ભાગ બનવાનું હતું. આ બધા વચ્ચે ઈન્ટેલિજન્સ રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે જમાત, હિફાઝત અને વિપક્ષી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube