નવી દિલ્હી: કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તમામ દેશ અને સંગઠન રસીની શોધમાં છે. જ્યારે બીજી બાજુ કોવિડ 19 વેક્સિન (COVID-19 Vaccine) બનતા પહેલા જ સમગ્ર યુરોપ અને અમેરિકા સુદ્ધામાં વેક્સિન સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયુ છે. તમામ હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સામાન્ય જીવન વિતાવવા માટે કોરોના વાયરસની રસી જરૂરી છે. જ્યારે રસીનો વિરોધ કરનારાઓએ બિલ ગેટના કોરોના વેક્સિન ફંડિંગને લઈને સવાલ ઊભા કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ ગેટ્સે કોરોના વાયરસની રસી શોધવા માટે 300 મિલિયન ડોલરનું દાન કર્યું છે. જ્યારે સામાન્ય લોકોનો આરોપ છે કે કોરોના વાયરસ સંક્રમણ મામલે તેમને અંધારામાં રાખવામાં આવી રહ્યાં છે જેનાથી દેશની અર્થવ્યવસ્થા ચોપટ થઈ રહી છે. એક સર્વે મુજબ ફક્ત અડધુ અમેરિકા જ કોરોના વાયરસની રસીની શોધ માટે ઈચ્છા ધરાવે છે. જ્યારે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે 70 ટકા લોકોના મત મુજબ કોરોના વેક્સિન તેમની ચિંતાનો વિષય છે. 


અત્રે જણાવવાનું કે સ્વિટ્ઝરલેન્ડ, ફ્રાન્સ, જર્મની અને યુકે સહિત અન્ય કેટલાક દેશોમાં કોરોના વાયરસ વેક્સિનનો વિરોધ થઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ સ્વિટ્ઝરલેન્ડમાં 20 ટકા લોકો તેની વિરોધમાં છે. જ્યારે ઓસ્ટ્રિયામાં 18 ટકા, જર્મનીમાં 9 ટકા અને યુનાઈટેડ કિંગડમમાં 10 ટકા લોકો કોરોના વેક્સિનની વિરુદ્ધમાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube