બેરૂત બ્લાસ્ટ: એક મહિના બાદ કાળમાળ નીચેથી સંભળાયા એક વ્યક્તિના ધબકારા!
લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટ (Beirut Explosion)ને એક મહિનો વીતો ચૂક્યો છે. આ બ્લાસ્ટમાં લગભગ 200 લોકોના મોત થયા હતા અને 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરમાં ઘટનાસ્થળના નજીકનો વિસ્તાર ખંડેર હાલતમાં બદલાઇ ગયો છે.
બેરૂત: લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા બ્લાસ્ટ (Beirut Explosion)ને એક મહિનો વીતો ચૂક્યો છે. આ બ્લાસ્ટમાં લગભગ 200 લોકોના મોત થયા હતા અને 6 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરમાં ઘટનાસ્થળના નજીકનો વિસ્તાર ખંડેર હાલતમાં બદલાઇ ગયો છે.
જોકે બેરૂતના ઘટનાસ્થળે હજુ પણ બચાવદળ પ્રયાસમાં લાગેલી છે. બચાવકાર્મીઓનું કહેવું ચેહ કે તેમણે કાટમાળમાં એક વ્યક્તિની ધબકારા સાંભળ્યા છે. જોકે બચાવદળની ટીમને સતત લાગે છે કે એક મહિના બાદ પણ કાળમાળ નીચે શ્વાસ ચાલી રહ્યા છે અને જે બહાર નિકળવા માટે અવાજ લગાવી રહ્યો છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઇ નથી.
રેસ્ક્યૂ ટીમે ઓડિયો ડિટેક્શન ઉપકરણનો પ્રયોગ સિગ્નલ અથવા ધબકારાને પકડવા માટે કર્યો. બચાવદળે ધબકારા પકડ્યા, જે 18 થી 19 પલ્સ પ્રતિ મિનિટ હતા. ધબકારા સિગ્નલ ક્યાંથી આવી રહ્યા હતા તેની ખબર પડી નથી પરંતુ ત્યારબાદ બચાવ દળમાં જીંદગી બચાવવાની નવે આશા જાગી છે.
જોકે શુક્રવારે 4 સપ્ટેમ્બરના રોજ સવાર સુધી બચાવ દળને કાળમાળ નીચે જીંદગીને શોધવામાં સફળતા ન મળી. રેસ્ક્યૂ ટીમ આ દાવા બાદ ઘટનાસ્થળ પર લોકોની ભીડ જોવા મળી. અકસ્માત દરમિયાન જ્યારે રાહત બચાવ દળ અભિયાન અટકાવવામાં આવ્યું હતું ત્યારે ત્યાં લોકોએ ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને તે એકદમ હતાશ જોવા મળી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube