નવી દિલ્હી : પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની સ્થિતી કોઇથી પણ છુપી નથી. મોંઘવારી પોતાની ચરમ પર છે. રોકાણ બંધ છે. સરકારી ખજાનો ખાલી થઇ ચુકેલો છે. એવામાં વડાપ્રધાન ઇમરાન ખાન પૈસા માટે ક્યારેક ચીન, ક્યારેક ઇરાન, વર્લ્ડ બેંક અને IMF પાસે જોળી લઇને પહોંચી જાય છે. એવામાં અંતિમ શ્વાસ લઇ રહેલી અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે ઇન્વેસ્ટમેંટ સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટનું આયોજન પાકિસ્તાનનાં સરહદ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવ્યું છે.
વિજય સંકલ્પ રેલીમાં પીએમ મોદી બોલ્યા- હરિયાણાને 'ડબલ એન્જિન'નો લાભ મળ્યો


નોર્થ ઇસ્ટમાં 371ની કલમ હટાવવામાં નહી આવે: ગૃહમંત્રીની નોર્થ ઇસ્ટના લોકોને સાંત્વના
પેશાવર ખાતે SCCI  (Sarhad Chamber of Commerce and Industry) તરફથી 4 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર વચ્ચે અજરબૈજનની રાજધાની બાકુમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રોકાણકારોને આકર્ષવા માટે આ કાર્યક્રમમાં બેલી ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું, તેની ચર્ચા ચાલી રહી છે. 
મેટ્રોને આવતી જોઈને એકાએક યુવતી કૂદકો મારીને પાટા પર સૂઈ ગઈ, આત્મહત્યાનો ચોંકાવનારો VIDEO
વિક્રમ લેન્ડર અંગે આવ્યાં મહત્વના સમાચાર, ઈસરો ચીફે કહ્યું- ઓર્બિટરે ક્લિક કરી તસવીર 
ઇમરાન ખાન હાલનાં દિવસોમાં પાકિસ્તાનનાં સહયોગી દેશો સાથે સતત મદદની અપીલ કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર UAE એ પાકિસ્તાનને 3 મિલિયન ડોલરની મદદ કરી છે. IMFની ટીમ પણ આ મહિનાનાં ત્રીજા અઠવાડીયે પાકિસ્તાનની મુલાકાત લઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, IMF આગામી ત્રણ વર્ષોમાં પાકિસ્તાનને 6 બિલિયન ડોલરની મદદ આપશે. આ અગાઉ IMF 2013માં પણ પાકિસ્તાનની મદદ કરી ચુક્યું છે.