સ્ટોકહોમઃ કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન) માં વર્ષ 2021 માટે નોબેલ પુરસ્કાર  (Nobel Prize in Chemistry for 2021) ની જાહેરાત બુધવારે કરવામાં આવી છે. આ વર્ષનો પુરસ્કાર બેન્જામિન લિસ્ટ  (Benjamin List) અને ડેવિડ ડબ્લ્યૂ સી. મેકમિલન (David W.C. MacMillan) ને અસમમિત ઓર્ગેનોકૈટલિસિસના વિકાસ માટે આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર દ્વારા હંમેશા તે કાર્યોનું સન્માન કરવામાં આવે છે, જેનો આજના વ્યાવહારિક રૂપથી વિસ્તૃત ઉપયોગ થઈ રહ્યો હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાર્માસ્યુટિકલ રિસર્ચમાં આપ્યું મોટું યોગદાન
આ બંને વૈજ્ઞાનિકોને મોલિક્યૂલર કન્સ્ટ્રક્શન માટે એક સટીક અને નવું ઉપકરણ વિકસિત કર્યુ છે. આ ઉપકરણની ફાર્માસ્યુટિકલ રિસર્ચ પર ખુબ મોટો પ્રભાવ પડ્યો છે. કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સ, સ્ટોકહોમ, સ્વીડન દ્વારા પ્રદાન કરવામાં આવે છે. 


Viral Video: પત્નીની સામે બેસીને પતિ કરતો હતો આ ગંદુ કામ, પત્નીએ ચાલાકીથી રંગે હાથ પકડ્યો, જુઓ વીડિયો


પુરસ્કારના રૂપમાં શું આપવામાં આવે છે
નોબેલ પુરસ્કાર હેઠળ ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના (આશરે 8.20 કરોડ રૂપિયા) ની રમક આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે.  આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. 


આ વૈજ્ઞાનિકોને મળ્યો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
Nobel Prize in Physics 2021: આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube