તેલ અવીવ: ઈઝરાયેલમાં બેન્જામિન નેતન્યાહૂ યુગનો અંત થઈ ગયો છે. નફ્તાલી બેનેટ દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે. બેનેટે રવિવારે પ્રધાનમંત્રી પદના શપથ લીધા. બેન્જામિન નેતન્યાહૂએ પોતાની ખુરશી બચાવવાની દરેક શક્ય કોશિશ કરી. પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. રવિવારે મોડી રાતે સરકારના પક્ષમાં 60 જ્યારે વિરોધમાં 59 સાંસદોએ મત આપ્યા. આ સાથે જ 12 વર્ષથી પ્રધાનમંત્રી પદ પર બિરાજેલા બેન્જામિન નેતન્યાહૂનો કાર્યકાળ  ખતમ થઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 દળોની એક નવી સરકાર
અમારી સહયોગી વેબસાઈટ WION ના જણાવ્યાં મુજબ ઈઝરાયેલમાં 8 પક્ષોની આ સરકારને મામૂલી બહુમત પ્રાપ્ત છે. આ ગઠબંધનની કમાન દક્ષિણપંથી યામિના પાર્ટીના 49 વર્ષના નેતા નફ્તાલી બેનેટના હાથમાં છે. નવી સરકારમાં 27 મંત્રી છે. જેમાં સાત મહિલાઓ છે. નવી સરકાર માટે અલગ અલગ વિચારધારાવાળા પક્ષોએ ગઠબંધન કર્યું છે. જેમાં દક્ષિણપંથી, ડાબેરી, મધ્યમાર્ગી સાથે અરબ સમુદાયની પણ એક પાર્ટી છે. 


ચીન વિરુદ્ધ અમેરિકાએ ખોલ્યો મોરચો!, G-7 નેતાઓને કરી આ ખાસ અપીલ


આ અગાઉ બેનેટના સંસદમાં સંબોધન દરમિયાન 71 વર્ષના નેતન્યાહૂના સમર્થકોએ વિધ્ન નાખવાનો પ્રયત્ન કર્યો. હરીફ પાર્ટીના સાંસદોના શોર વચ્ચે બેનેટે કહ્યું કે તેમને ગર્વ છે કે તેઓ અલગ અલગ વિચારધારાવાળા લોકોની સાથે કામ કરશે. બેનેટે કહ્યું કે આ નિર્ણાયક સમયે અમે એ જવાબદારી ઉઠાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે દેશમાં જે માહોલ હતો તેમાંથી બહાર કાઢવા માટે ચૂંટણી ખુબ જરૂરી હતી. 


Shocking! દારૂ ઢીંચવા માટે બાળકોને એકલા મૂકીને જતી રહી માતા, 11 માસના બાળકનું ભૂખ-તરસથી મોત


સતત પડી રહ્યો હતો લોકપ્રિયતાનો ગ્રાફ
બેન્જામિન નેતન્યાહૂ 2009થી ઈઝરાયેલના પ્રધાનમંત્રી હતા. તેમના નામે સૌથી લાંબા સમય સુધી દેશની કમાન સંભાળવાનો રેકોર્ડ છે. 2019 બાદથી તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત પડી રહ્યો હતો. તેનું કારણ ભ્રષ્ટાચારના આરોપ હતા. આ આરોપોના પગલે 23મી મેના રોજ થયેલી ચૂંટણીમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો. જો કે તેમણે તેમની હારને ષડયંત્ર ગણાવી અને ચૂંટણી પ્રક્રિયા ઉપર પણ સવાલ ઉઠાવ્યા. પરંતુ કઈ કામ લાગ્યું નહીં. અત્રે જણાવવાનું કે નેતન્યાહૂ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સારા મિત્ર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube