Shocking! દારૂ ઢીંચવા માટે બાળકોને એકલા મૂકીને જતી રહી માતા, 11 માસના બાળકનું ભૂખ-તરસથી મોત

દુનિયામાં માતાનો બાળક સાથેનો સંબંધ સૌથી ઊંચો ગણાય છે. બાળકો અને પરિવાર માટે તે કોઈ પણ બલિદાન આપવામાં પીછેહટ કરતી નથી. આવામાં જો માતા જ તેના બાળક માટે મોતનું કારણ બની જાય તો? 

Updated By: Jun 13, 2021, 07:32 AM IST
Shocking! દારૂ ઢીંચવા માટે બાળકોને એકલા મૂકીને જતી રહી માતા, 11 માસના બાળકનું ભૂખ-તરસથી મોત
11 માસના પુત્ર સાથે Olga Bazarova

મોસ્કો: દુનિયામાં માતાનો બાળક સાથેનો સંબંધ સૌથી ઊંચો ગણાય છે. બાળકો અને પરિવાર માટે તે કોઈ પણ બલિદાન આપવામાં પીછેહટ કરતી નથી. આવામાં જો માતા જ તેના બાળક માટે મોતનું કારણ બની જાય તો? 

પતિથી અલગ રહેતી હતી યુવતી
ધ મિરરના અહેવાલ મુજબ રશિયાના Zlatoust શહેરમાં રહેતી 25 વર્ષની યુવતી Olga Bazarova ના પહેલા લગ્ન તૂટી ગયા છે. આ લગ્નથી તેને 7 વર્ષનો પુત્ર પણ છે. બીજા લગ્નથી તેને 2 બાળકો થયા. જેમાં પુત્રીની ઉંમર 3 વર્ષ અને પુત્રની ઉંમર 11 મહિના હતી. બીજા પતિ સાથે પણ અણબન થવાથી તે હાલ અલગ રહેતી હતી. 

બાળકોને એકલા છોડી મૂક્યા
Olga Bazarova એ તેના મિત્રો સાથે દારૂ પાર્ટી કરવાનો પ્લાન કર્યો. બહાર જતા પહેલા તેણે મોટા પુત્રને પાર્ટીના 4 દિવસ પહેલા એક મિત્રના ત્યાં મૂકી દીધો. જ્યારે બંને નાના બાળકોની દેખભાળ માટે તેણે કાકાનો સંપર્ક કર્યો પરંતુ તેમણે અસમર્થતા જતાવી. ત્યારબાદ ઓલ્ગાએ સાસુને ફોન કરીને બાળકોની દેખભાળ કરવા માટે કહ્યું. કોલ કરીને તે જતી રહી. 

ભૂખથી પુત્રએ દમ તોડ્યો
આ મામલે મુખ્ય ફરિયાદી વ્લાદિમીર કિસ્લિત્સિનના જણાવ્યાં મુજબ માતાએ બંને બાળકોને એક ખાલી ફ્રિજ સાથે એકલા મૂકી દીધા હતા. અપાર્ટમેન્ટમાં કોઈ બેબીફૂડ મળ્યું નહીં. 3 દિવસ બાદ જ્યારે ઓલ્ગાની સાસુ ઘરે પહોંચી તો 11 મહિનાનો નાનો પુત્ર ભૂખ અને તરસથી દમ તોડી ચૂક્યો હતો જ્યારે 3 વર્ષની પુત્રી પણ મરવાની કગાર પર હતી. ત્યારબાદ સાસુએ પોલીસને ફોન કર્યો. જેમણે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાવી. 

Video: શરમજનક...ચીનની યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લલચાવવા માટે આપી 'સેક્સ'ની જાહેરાત

કોર્ટે 14 વર્ષની જેલની સજા ફટકારી
પોલીસે કોલ કરીને Olga Bazarova ને બોલાવી અને ત્યારબાદ તેની ધરપકડ કરી. કોર્ટે આ કેસમાં Olga Bazarova ને ખુબ ક્રૂરતા સાથે બાળકની હત્યાની દોષિત ઠેરવી છે. આ સાથે જ પુત્રીને જોખમમાં મૂકીને માતાના કર્તવ્યોને પૂરા કરવામાં નિષ્ફળતાની પણ દોષિત ગણતા 14 વર્ષની જેલની સજા ફટકારી છે. 

કોર્ટે ઓલ્ગાને બાળકોની કસ્ટડીના અધિકારથી પણ વંછિત કરી દીધી છે. કોર્ટે આદેશ આપ્યો કે હવે તેનો મોટો પુત્ર અને પુત્રી તેના દાદીની દેખભાળમાં રહેશે. રિપોર્ટ્સ મુજબ આ ઘટના સમયે ઓલ્ગાનો પતિ લિયોનિદ બાજરોવ જેલમાં હતો. 

Video: સંસદની ગરિમાના લીરેલીરા...સાંસદોએ કરી છૂટાહાથે મારામારી, મહિલાઓએ એકબીજાના વાળ ખેંચ્યા

બાળકના મોત પર પસ્તાવો
દારૂ પાર્ટીના ચક્કરમાં 11 મહિનાના પુત્રના દર્દનાક મોત પર હવે Olga Bazarova પસ્તાઈ રહી છે. તેણે કોર્ટમાં કહ્યું કે તેને તેના બાળકોને છોડવાનો પસ્તાવો છે. પરંતુ બાળકને મારી નાખવાનો તેનો કોઈ ઈરાદો નહતો. ઓલ્ગાએ કહ્યું કે તે લગ્ન જીવનના તણાવથી છૂટકારો મેળવવા માટે પાર્ટીમાં ગઈ હતી. તેને અહેસાસ નહતો કે તેના આમ કરવાથી તેના બાળકો સાથે આવી ઘટના ઘટશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube