નવી દિલ્હી : ગત્ત અઠવાડીયે તાલિબાન સાથે શાંતિ સમજુતીનું સ્વરૂપ તૈયાર કરવામાં અમેરિકા, રશિયા અને ચીનની સાથે પાકિસ્તાને પણ ભુમિકા ભજવી. તેના પરથી માહિતી મળે છેકે, તેણે અફઘાન શાંતિ પ્રક્રિયામાં કયા પ્રકારે પોતાની કેન્દ્રીય ભુમિકા તૈયાર કરી લીધી અને અફઘાનિસ્તાનનાં સારા ભવિષ્ય માટે ભારતનો લાંબો પ્રયાસ કેવી રીતે નિષ્પ્રભાવી થતો જઇ રહ્યો છે. ઉભરતી સ્થિતીમાં ભારતની હિસ્સેદારી અને તેનો અવાજ ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે. જ્યારે પાકિસ્તાને તકનો ફાયદો ઉઠાવીને પોતાને વિસ્તારની જિયોપોલિટિક્સનાં કેન્દ્રમાં સ્થાપિત કરી લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?
અમેરિકાએ અફઘાનિસ્તાનનાં મુદ્દે રશિયા અને ચીનને એકસાથે લાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી.તેણે ગત્ત અઠવાડીયે પાકિસ્તાનનો પણ સમાવેશ કરી લીધો જે તાલિબાનોનું મુખ્ય સ્પોન્સર છે. પાકિસ્તાન તાલિબાનને વાતચીતની ટેબલ પર લાવવામાં મહત્વની ભુમિકા નિભાવી રહી છે. બીજિંગમાં 12 જુલાઇને અફઘાન શાંતિ પ્રક્રિયા પર ચોતરફી સંયુક્ત નિવેદન ઇશ્યું કરવા મુદ્દે ચારેય દેશોની મીટિંગ થઇ હતી. 


મધ્યપ્રદેશમાં 20 રૂપિયાની ચોરીનો કેસ 41 વર્ષ સુધી ચાલ્યો, આખરે જે થયું તે ચોંકાવનારુ
જાહેર ક્ષેત્રની 56 કંપનીઓ દેવાળું ફૂંકવાના આરે, એર ઈન્ડિયા સૌથી ટોચે
શાંતિ સમજુતીમાં ભારત વેગળું
ભારતે અફઘાનિસ્તાનનાં પૂર્વ રાજદુત અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શાઇદા અબ્દાલીએ ગત્ત અઠવાડીયે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું કે, અફઘાનિસ્તાન સાથે સંબંધોને મજબુતી પ્રદાન કરવાની 18 વર્ષોના ભારતીય પ્રયાસો આ મોડ પર અસફળ ન થવા જોઇએ. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તામાં ઉબરતી સ્થિતીથી ભારત ઉપરાંત લાંબાગાળાનું ભવિષ્યમાં કિંમત ચુકાવવી પડી શકે છે. ભારત શાંતિ સમજુતીમાં ક્યાંય નથી અને ન ભારતીય ચિંતાઓને કોઇ મહત્વ આપવામાં આવી રહ્યું છે. 


લોકસભામાં NIA સંશોધન વિધેયકને મંજુરી, વિરોધમાં માત્ર 6 મત પડ્યાં
એક પક્ષ પણ ભારતને નથી આપી રહ્યું મહત્વ
ભારતને હાલનો ઝટકો અફઘાનિસ્તામાં અમેરિકી રાજદુત જોન બાસે ગુરૂવારે તેમ કહીને જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં 28 સપ્ટેમ્બરે યોજનારી રાષ્ટ્રપતિ ચૂંટણી તાલિબાન સાથે શાંતિ પ્રક્રિયા પુર્ણ ન થાય ત્યાં સુધી ટાળી દેવામાં આવી શકે છે. ભારત તેની વિરુદ્ધ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએસ) અજિત ડોભાલે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોના નવી દિલ્હી આગમન પર વારંવારં ભાર પુર્વક જણાવ્યું હતું કે, શાંતિ પ્રક્રિયા ચાલુ રહે તેમ છતા પણ અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી નિશ્ચિત સમયમાં સંપન્ન કરાવવી જોઇે. ભારતે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ જલમે ખાલિજાદ અને રશિયા, બંન્નેની સામે અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર રચવાના પ્રસ્તાવનો પણ વિરોધ કર્યો. જો કે અફઘાનિસ્તાનાં મુખ્ય પક્ષોમાં કોઇ પણ ભારતનાં અવાજને વધારે મહત્વ આપી રહ્યું હોય તેવું નથી લાગી રહ્યું. 


જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.02 ટકા રહ્યો
મોટા ભાગનાં હુમલાઓ છતા વધી રહી છે શાંતિપ્રક્રિયા
ગત્ત અઠવાડીયે અમેરિકા અને તાલિબાને અસ્થાઇ સમજુતીનાં 8 મુદ્દા નિશ્ચિત કર્યા હતા. ખાલિજાદ ભલે તેને સેના પરત બોલાવવાની શાંતિ સમજુતી જણાવી રહ્યા હોય, પરંતુ તાલિબાન સાથે સાથે બીજા પક્ષો પણ તેને અફઘાનિસ્તાનથી ભાગી નિકળવાની અમેરિકાના પ્રયાસ જ લેખાવી રહ્યું છે. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત છે કે તાલિબાનો તરફથી દરરોજ થઇ રહેલા આતંકવાદી હુમલા છતા શાંતિપ્રક્રિયા સતત આગળ વધી રહી છે.