જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.02 ટકા રહ્યો

ગયા વર્ષે જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 5.68 ટકા હતો. મંત્રાલયે એપ્રિલ મહિનાના મોંઘવારી દરમાં સંશોધન કરીને તેને 3.07 ટકાથી વધારીને 3.24 ટકા કર્યો છે 
 

જુન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.02 ટકા રહ્યો

નવી દિલ્હીઃ દેશમાં ગયા જુન મહિના દરમિયાન જથ્થાબંધ મોંઘવારીનો દર નીચો રહ્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા અનુસરા જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક (Wholesale Price Index-WPI) આધારિત મોંઘવારીનો દર જુન મહિનામાં ઘટીને 2.02 ટકા નોંધાયો છે, જ્યારે મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 2.45 ટકા હતો. 

ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન મોંઘવારીનો દર ઘણો ઊંચો હતો. ગયા વર્ષે જુન મહિનામાં મોંઘવારીને દર 5.68 ટકા હતો. મંત્રાલયે એપ્રિલ મહિનાના મોંઘવારી દરમાં સંશોધન કરીને તેને 3.07 ટકાથી વધારીને 3.24 ટકા કર્યો છે.

જુન મહિનામાં ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવોમાં ઘટાડો થવાના કારણે જથ્થાબંધ મોંઘવારીના દરમાં ઘટાડો થયો છે. WPI સૂચકાં અનુસાર, ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર મે મહિનામાં 5.10 ટકા નોંધાયો હતો, જે જુન મહિનામાં ઘટીને 5.04 ટકા પર આવીગયો છે. 

જથ્થાબંધ મૂલ્ય સૂચકાંકમાં પ્રાઈમરી આર્ટિકલ્સ જૂથ, સ્વદેશમાં જ ઉત્પાદિત ચીજ-વસ્તુઓ, ખાદ્ય પદાર્થોના ભાવોને સામેલ કરવામાં આવે છે. શાકભાજીનો મોંઘવારો દર જૂન મહિનામાં 33.15 ટકાથી ઘટીને 24.76 ટકા પર આવી ગયો છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news