કાબુલ: ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિંસ (IS-KP) ના ચીફ માવલાવી અબ્દુલ્લા (Mawlawi Abdullah) ઉર્ફે અસલમ ફારુકી (Aslam Farooqui) અગાઉ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો, જે હક્કાની નેટવર્ક (Haqqani Network) સાથે મળીને કાબુલ (Kabul Blast) અને જલાલાબાદમાં (Jalalabad) થયેલા ઘણા હુમલાઓમાં સામેલ છે. અસલમ ફારુકી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે પણ જોડાયેલો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુદ્વારા પર હુમલામાં સામેલ અસલમ ફારુકી
અસલમ ફારુકી (Aslam Farooqui) પાકિસ્તાની છે, જેની ગત વર્ષે એપ્રિલ 2020 માં અફઘાન દળોએ ધરપકડ કરી હતી. અસલમ ફારુકી ગત વર્ષે કાબુલમાં ગુરુદ્વારા પર હુમલાના કાવતરામાં સામેલ હતો, જેમાં 25 લોકો માર્યા ગયા હતા.


આ પણ વાંચો:- ખુલાસો! હક્કાની નેટવર્ક દ્વારા અફઘાનમાં ચાલી રહ્યુ છે પાકિસ્તાનનું શાસન


તાલિબાને IS-KP ચીફને કર્યા મુક્ત
હક્કાની નેટવર્કની મદદથી કરવામાં આવેલા આ હુમલામાં ભારતીય રાજદૂત નિશાન પર હતા. અસલમ ફારુકીએ કેરળમાં રહેતા આઇએસઆઇએસ આતંકવાદી મુહસીન તિકરીપુર પાસેથી ફિદાયીન હુમલો કરાવ્યો હતો. કાબુલ કબજે કર્યા બાદ તાલિબાને અસલમ ફારુકીને બાગરામ જેલમાંથી મુક્ત કર્યો.


આ પણ વાંચો:- Live: પૂર્વ અફઘાની ઉપરાષ્ટ્રપતિનો દાવો, કાબુલ બ્લાસ્ટમાં તાલિબાન અને ISIS ની સાંઠગાઠ


પાકિસ્તાને અસલમ ફારુકીને બચાવવાનો કર્યો હતો પ્રયાસ
ગત વર્ષે જ્યારે IS-KP ચીફ અસલમ ફારુકીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પાકિસ્તાને અસલમની કસ્ટડી માંગી હતી. પાકિસ્તાનને ડર હતો કે જો અસલમ ફારુકી પાકિસ્તાની એજન્સીઓ સાથેના તેના સંબંધો જાહેર કરશે તો પાકિસ્તાન ખુલ્લું પડી જશે. અફઘાન સરકારે અસલમ ફારુકીની કસ્ટડીની માંગને ફગાવી દીધી હતી અને તેને પાકિસ્તાનને સોંપવાનો ઇનકાર કર્યો હતો.


આ પણ વાંચો:- Kabul Airport Attack બાદ અમેરિકા ગુસ્સે ભરાયું, આતંકીઓને પરિણામ ભોગવવાની ચેતવણી આપી


તમને જણાવી દઈએ કે કાબુલ બ્લાસ્ટની જવાબદારી IS-KP એ લીધી છે. મીડિયામાં બહાર પાડવામાં આવેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે તેમના ફિદાયીન હુમલાખોર Abdul Rahman Al Logari એ આ હુમલો કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube