G-20 સમિટ: ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચે યોજાઇ બેઠક, આ 4 મુદ્દા પર થઇ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અહીં G-20 શિખર સમિટ શરૂ થવાથી પહેલા શુક્રવારે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. G-20 શિખર સમિટમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ.
ઓસાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અહીં G-20 શિખર સમિટ શરૂ થવાથી પહેલા શુક્રવારે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. G-20 શિખર સમિટમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી દ્વિપક્ષીય સંબંધો અને રક્ષા મામલે ચર્ચા થઇ. ત્યારે પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકાના સંબંધ અને મજબૂત થયા છે. તેમણે કહ્યું કે, ભારતનો મંત્ર છે સૌનો સાથ અને સૌનો વિકાસ. પીએમ મોદીએ કહ્યું કે, જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘જય’ (JAI).
વધુમાં વાંચો:- J&K: બડગામમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો 1 આતંકી, અન્ય આતંકવાદીઓની શોધ ચાલું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અહીં જી-20 શિખર સમિટ શરૂ થવાની પહેલા શુક્રવારે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, આપણે સારા મિત્ર બની ગયા છે. હું આ સ્પષ્ટપણે કહેવા ઇચ્છું છું કે, આપણે સૈન્ય તેમજ અન્ય ક્ષેત્રોમાં સાથે કામ કરીશું.
વધુમાં વાંચો:- આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી
જાપાન-અમેરિકા અને ભારતની વચ્ચે ત્રિપક્ષીય બેઠકના થોડીવાર બાદ બંને નેતાઓની મુલાકાત કરી હતી. જેમાં પીએમ મોદીએ સમૂહ માટે ‘ભારતના મહત્વ’ને રેખાંકિત કર્યું હતું. પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે અમેરિકાના ઉત્પાદો પર ‘ખૂબ ઊંચા’ ચાર્જ લગાવવાના ભારતના નિર્ણયની અમેરિકાના રાષ્ટ્રપતિ ખુલ્લેઆમ ટિકા કરતા રહ્યા છે.
વધુમાં વાંચો:- ભારત-જાપાન અને USA વચ્ચે બેઠક, PM મોદીએ કહ્યું- ‘અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ’
ટ્રમ્પે આ પહેલા ગુરૂવારે જાપન પહોંચવા પર ટ્વિટ કર્યું હતું, હું વડાપ્રધાન મોદીથી આ સંબંઝમાં વાત કરવા ઇચ્છું છું કે, ભારતે વર્ષોથી અમેરિકાની સામે વધુ ચાર્જ લગાવી રાખ્યા છે અને વર્તમાન દિવસોમાં તેને વધારમાં આવ્યા છે. આ અસ્વિકાર્ય છે અને ચાર્જને નિશ્ચિત રીતથી પરત લેવા જોઇએ. ભાજપની હાલમાં જ સંસદીય ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ મોદી અને ટ્રમ્પની આ પહેલી મુલાકાત છે.
જુઓ Live TV:-