Star Banker Goes Missing in China: ચીનમાં અબજોપતિઓની કોઈ કમી નથી. જો કે હાલ ત્યાંના અબજોપતિઓમાં ડરનો માહોલ છે. કેમ કે એક બાદ એક અબજોપતિ ગાયબ થઈ રહ્યા છે. શી જિનપિંગ ફરી રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ અબજોપતિઓની રાતોરાત ગાયબ થવાની ઘટનાઓ વધી ગઈ છે. ગાયબ થનારી હસ્તીઓમાં અબજોપતિઓ ઉપરાંત વ્યાવસાયિકો, અભિનેતાઓ તેમજ પત્રકારો પણ સામેલ છે. જેક મા પહેલા પણ અનેક લોકો ચીનમાંથી ગાયબ થયા છે. તાજેતરમાં જ ચીનનાં સૌથી મોટા ઈનવેસ્ટમેન્ટ બેન્કર્સમાંથી એક એવા બાઓ ફેન લાપતા થતા ખળભળાટ મચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે બાઓ ફેન?
52 વર્ષનાં બાઓ ફેન છેલ્લા ઘણા દિવસોથી લાપતા છે. તેમની કંપની રેનસોએ હોંગકોંગ સ્ટોક એક્સચેંજને આ અંગે માહિતી આપી હતી. કંપનીનો દાવો છે કે ઘણા પ્રયત્નો છતા તેમનો સંપર્ક નથી થઈ શકતો. આ સમાચાર વહેતા છતા કંપનીનાં શેર 50 ટકા જેટલા તૂટ્યા હતા. ચીનમાં વર્ષ 2021ના અંતથી એન્ટી કરપ્શનની તપાસ ચાલી રહી છે. આ કૌભાંડથી ચીનને 60 લાખ કરોડ ડોલરનું નાણાકીય નુકસાન થયું છે. આ જ સમયે બાઓના ગાયબ થવાથી ઘણા સવાલ ઉઠ્યા છે. 


આ પણ વાંચો:
IPL ઓક્શન બાદ આ છે IPL 2023ની 10 ટીમો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી 
5000 રૂપિયાથી ઓછી કિંમતની ટોપ-5 સ્માર્ટવોચ, પ્રાઈસ સાથે ફિચર્સ પણ છે જોરદાર
રસોડામાં વેલણ-પાટલીનો ઉપયોગ કરતી વખતે આ વાતોનું ખાસ રાખો ધ્યાન, નહીં તો થઈ જશો બરબાદ


કેમ ગાયબ થઈ રહ્યા છે ચીનના ઉદ્યોગપતિ? 
એ વાત દેખીતી છે કે ચીનમાં જ્યારે પણ કોઈ સરકારની ટીકા કરે છે, ત્યારે તે ગાયબ થઈ જાય છે. થોડા સમય પહેલાં જ રાષ્ટ્રપતિ શી જિનપિંગની ટીકા કરનાર રેન ઝિકિયાંગ કેટલાક દિવસોથી લાપતા છે. ત્યારબાદ તેમને 18 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. 2015માં ફોસુન ઈન્ટરનેશનલ ગ્રુપનાં અધ્યક્ષ અને ચીનનાં વોરન બફેટ કહેવાતા ગુઓ ગુઆંગચાંગ પણ અચાનક લાપતા થઈ ગયા હતા. જેક મા એ જાહેરમાં કહ્યું હતું કે ચીનની સરકાર વેપારમાં અવરોધરૂપ બને છે. ત્યારબાદ તેઓ ગાયબ થઈ ગયા હતા. ચીનની સખ્ત એન્ટી કરપ્શન નીતિથી ઉદ્યોગપતિઓ ભયભીત છે. બાઓની કંપનીનાં પ્રેસિડેન્ટ કોંગ લિન પર પણ ભ્રષ્ટાચારનાં આરોપ લાગ્યા હતા. 


ચીનમાં ચાલતું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન 
વર્ષ 2012માં સત્તા પર આવ્યા બાદ જિનપિંગે શરૂ કરેલા ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને કારણે ચીનમાં દહેશત ફેલાયેલી છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધી લાખો લોકોની તપાસ થઈ ચૂકી છે. સેનાનાં જવાનો હોય કે સરકારી અધિકારી-કર્મચારીઓ કે વેપારીઓ તમામને સજા અપાઈ છે. ચીને 2017થી અત્યાર સુધી ભ્રષ્ટાચારના આરોપમાં 2.10 લાખ અધિકારીઓને સજા કરી છે.


આ પણ વાંચો:
CISF Raising Day: આજે CISFનો 54મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી CISFની રચના
Shocking Viral Video: સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ
Netflix પર આવશે આ 5 પોપ્યુલર શોની ત્રીજી સિઝન, જોઈ લો તમારા ફેવરીટ શો લિસ્ટમાં છે ?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube