CISF Raising Day: આજે CISFનો 54મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી CISFની રચના

CISF Raising Day 2023: CISF રાઇઝિંગ ડે દર વર્ષે 10 માર્ચે ઉજવવામાં આવે છે. CISF સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એક અર્ધલશ્કરી દળ છે, જેનું મુખ્ય કાર્ય સરકારી ફેક્ટરીઓ અને અન્ય સરકારી ઉપક્રમોને સુરક્ષા પ્રદાન કરવાનું છે.

CISF Raising Day: આજે CISFનો 54મો સ્થાપના દિવસ, જાણો કેમ કરવામાં આવી હતી CISFની રચના

CISF Raising Day 2023: તમે CISF એટલે કે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના જવાનો જોયા હશે જે દિલ્હી મેટ્રોની સુરક્ષા કરે છે. CISF એક અર્ધલશ્કરી દળ છે, જેનું મુખ્ય કાર્ય સરકારી ફેક્ટરીઓ અને અન્ય સરકારી ઉપક્રમોને સુરક્ષા પ્રદાન કરવાનું છે. આ ફોર્સ દેશની વિવિધ મહત્વની સંસ્થાઓનું રક્ષણ પણ કરે છે. CISFની રચના 1969માં કરવામાં આવી હતી અને તેને સંસદના અલગ કાયદા દ્વારા સશસ્ત્ર દળ બનાવવામાં આવ્યુ હતુ, જે 15 જૂન, 1983 ના રોજ પસાર કરવામાં આવ્યો હતો. દર વર્ષે 10 માર્ચે CISF રાઇઝિંગ ડે ઉજવવામાં આવે છે.

CISF રાઇઝિંગ ડે કેવી રીતે ઉજવવામાં આવે છે?
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દેશ માટે કેટલું મહત્વનું છે તેની જાગૃતિ ફેલાવવા માટે CISF રાઇઝિંગ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે CISFના જવાનોને તેમની નિઃસ્વાર્થ સેવા માટે મેડલથી સન્માનિત કરવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવે છે. CISFનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે. ગાઝિયાબાદના ઈન્દિરાપુરમમાં CISF કેમ્પમાં આ દિવસે એક ભવ્ય કાર્યક્રમ થાય છે. ગત વર્ષ 2022માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમ દરમિયાન નિશાન ટોળીને સલામી આપવામાં આવે છે.

સીઆઈએસએફનું મુખ્ય કાર્ય CISF Work
CISFની સ્થાપના સમયે તેમાં કુલ 2800 જવાનો કામ કરતા હતા, પરંતુ આજે આ સુરક્ષા દળમાં લગભગ 180000 જવાનો છે. સીઆઈએસએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, સબ ઈન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને કોન્સ્ટેબલ જેવી પોસ્ટ્સ છે. તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતી ભારતની છ અર્ધલશ્કરી દળોમાંની એક છે. સીઆઈએસએફ અવકાશ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, એરપોર્ટ, દરિયાઈ બંદરો, મેટ્રો અને ઐતિહાસિક સ્મારકોની રક્ષા કરે છે. આ દળ કુલ ખાનગી ક્ષેત્રના એકમો અને કેટલીક મહત્વપૂર્ણ સરકારી ઇમારતોની સુરક્ષામાં પણ તૈનાત છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news