વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવે છે કે, અમેરિકામાં જન્મની સાથે જ નાગરિક્તાની જોગવાઈએ દેશમાં એક 'બર્થ ટૂરિઝમ' ઉદ્યોગને જન્મ આપ્યો છે અને ચીનના લોકો આ 'મૂર્ખતાપૂર્ણ નીતિ'નો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'બર્થ ટૂરિઝમ'નો આશય લોકો દ્વારા માત્ર બાળકને જન્મ આપવા માટે જ બીજા દેશમાં જવાનું ચલણ છે. જેમાં અનેક લોકો બાળકને જન્મ આપ્યા બાદ સ્વદેશ પણ પરત ફરી જતા હોય છે. 


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગલવારે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, બિન-અમેરિકન માતા-પિતાના અમેરિકામાં જન્મેલા બાળકને આપમેળે નાગરિક્તા ન આપવા માટે તેઓ વટહૂકમનો માર્ગ અપનાવી શકે છે. 


અમેરિકામાં હવે 'જન્મની સાથે જ નાગરિકતા' નહીં મળે, કાયદો બદલવાની તૈયારીમાં ટ્રમ્પ


ટ્રમ્પે મિસોરીના કોલંબિયામાં ચૂંટણી રેલીમાં પોતાનાં સમર્થકોને સંબોધિત કરતા જણાવ્યું કે, 'આ નીતિએ સંપૂર્ણપણે એક ઉદ્યોગનું સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેને 'બર્થ ટૂરિઝમ' કહેવામાં આવે છે. જેમાં સમગ્ર દુનિયામાંથી ગર્ભવતી માતાઓ અમેરિકામાં આવે છે અને બાળકને જન્મ આપીને તેને આજીવન નાગરિક્તા અપાવી દે છે.'


RuPayની ચમકથી ગભરાયુ MasterCard, 'ટ્રંપ સરકાર સમક્ષ કરી પીએમ મોદીની ફરિયાદ


રાષ્ટ્રપતિએ આરોપ લગાવ્યો કે, વિરોધ પક્ષ ડેમોક્રેટ કોઈ પણ ગેરકાયદે વિદેશી જન્મેલા બાળકને આપમેળે જ જન્મજાત નાગરિક્તા આપવાની તરફેણ કરતા રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 'આવા લોકો માત્ર કેટલોક સમય જ આપણી ધરતી પર રહેતા હોય છે.'