અફઘાનિસ્તાનના બામિયાન શહેરમાં વિસ્ફોટથી 17 લોકોના મોત, 50 ઈજાગ્રસ્ત
અફઘાનિસ્તાનના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અફઘાનિસ્તાનના સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે.
કાબુલઃ અફઘાનિસ્તાન એકવાર ફરી મોટી હિંસાની ઝપેટમાં છે. ટોલો ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, અફઘાનિસ્તાનના બમિયાન શહેરમાં મંગળવારે થયેલા વિસ્ફોટોમાં 17 લોકોના મૃત્યુ થયા છે અને ઓછામાં ઓછા 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અફઘાનિસ્તાનના સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે. સ્થાનીક અધિકારીનો હવાલો આપતા ટોલો ન્યૂઝે જણાવ્યું કે, બમિયાન પ્રાંતા કેન્દ્ર બામિયાન શહેરમાં એક સ્થાનીક બજારમાં વિસ્ફોટ થયો. અત્યાર સુધી કોઈએ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
ટોલો ન્યૂઝે કહ્યું કે, આ પ્રથમવાર છે કે આ પ્રકારનો વિસ્ફોટ પ્રાંતમાં થયો છે કારણ કે બામિયાન સૌથી સુરક્ષિત પ્રાંતોમાંથી એક છે અને દર વર્ષે અહીં હજારો પર્યટકો પ્રવાસ કરે છે. અફઘાનિસ્તાનમાં ક્ષેત્રીય સહયોગ પર બેઠક દરમિયાન રાષ્ટ્રપતિ અશરફ ગનિએ કહ્યુ કે, સ્થાયી શાંતિ બનાવવા માટે એક મજબૂત ક્ષેત્રીય સહમતિ જરૂરી છે. અફઘાનિસ્તાનને મદદ કરનારા ઉપાયો પર રાષ્ટ્રપતિએ આગળ કહ્યુ કે, ક્ષેત્રીય સહયગ અને કનેક્ટિવિટી પર ક્ષેત્રીય નેતાઓ વચ્ચે સામાન્ય સહમતિનો લાભ ઉઠાવતા શાંતિ અને સમૃદ્ધિ માટે સહયોગ અને સમર્થન પર રાજકીય સહમતિ બનાવવી પડશે. આ માટે એક પ્રક્રિયા અને રણનીતિ વિકસિત કરવી પડશે. આ વાત તેમણે અફઘાનિસ્તાન અને ક્ષેત્રીય સંપર્ક વધારવા માટે એક રોકાણ કાર્યક્રમમાં કહી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર રીતે સ્વીકારી હાર, GSAએ બાઇડેનને જાહેર કર્યા વિજેતા
કાબુલ હુમલામાં થયા હતા આઠ નાગરિકના મોત
આ પહેલા કાબુલમાં પાછલા શનિવારે એક બાદ એક ઘણા રોકેટ હુમલા થયા હતા. રોકેટે રહેણાક વિસ્તારને નિશાન બનાવીને 23 રોકેટ છોડ્યા હતા.હુમલામાં આઠ નાગરિકોના મોત તો 31ને ઈજા પહોંચી હતી. કેટલાક રોકેટ દૂતાવાસોની નજીક પડ્યા હતા. આતંકી સંગઠન તાલિબાને નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, તેમાં તેનો કોઈ હાથ નથી.
નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંદૂકધારિઓએ કાબુલ યુનિવર્સિટીમાં હુમલો કર્યો હતો. તેમાં 35 લોકોના મોત થયા તો 50થી વધુને ઈજા પહોંચી હતી. મૃત્યુ પામનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. હુમલાની જવાબદારી કુખ્યાત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube