Kabul blast: લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં બ્લાસ્ટ, જીવ બચાવવા બંકરમાં છૂપાયા ક્રિકેટર
Bomb blast in Kabul stadium: અફઘાનિસ્તાન પ્રીમિયર ટી20 ટૂર્નામેટ દરમિયાન કાબુલમાં આત્મઘાતી બ્લાસ્ટ થયો. બંને ટીમના ખેલાડીઓને એક બંકરની અંદર લઈ જવામાં આવ્યા જેથી તેમનો જીવ બચાવી શકાય. જ્યારે હુમલો થયો ત્યારે સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ સ્ટેડિયમમાં હજાર હતા.
Kabul cricket stadium blast: અફઘાનિસ્તાન ક્રિકેટે ઘણી મુશ્કેલ પરિસ્થિતીમાં પોતાના દેશની ટીમને વર્લ્ડ લેવલ ટીમ બનાવી છે. રાશિદ ખાન હોય કે પછી અસગર અફઘાન, દેશે ઘણા એવા ક્રિકેટર આપ્યા છે જે આજે દુનિયાભરમાં પોપ્યુલર છે. પરંતુ અફઘાનિસ્તાનના હાલાત ક્રિકેટની પ્રોગ્રેસમાં અડચણ બની રહ્યા છે. કાબુલના ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારના તે સમયે આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો, જ્યારે ત્યાં ટી-20 મેચ રમાઈ રહી હતી. સ્ટેડિયમ દર્શકોથી ભરેલું હતું અને બ્લાસ્ટ બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં ચાર લોકોના ઇજાગ્રસ્ત થયાના સમાચાર છે.
મેદાનમાં રમાઈ રહી હતી ટી20 મેચ
કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પામીર જાલ્મી અને બેન્ડ-એ-અમીર ડ્રેગન વચ્ચે શાપેઝો ક્રિકેટ લીગની 22મી લીગ મેચ દરમિયાન આ બ્લાસ્ટ થયો હતો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આલોકોજે કાબુલ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયેલા બોમ્બ વિસ્ફોટથી હડકંપ મચી ગયો. સાંજે કાબુલમાં શાપેઝો ક્રિકેટ લીગ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા દર્શકો વચ્ચે અચાનક એક બોમ્બ બ્લાસ્ટ થયો.
રાષ્ટ્રપત્ની વિવાદ: અધીરે માંગી પરંતુ ભાજપને સોનિયા ગાંધીની માફીથી ઓછું સ્વીકાર્ય નથી!
રિપોર્ટ્સ અનુસાર અફઘાનિસ્તાન પ્રીમિયર ટી20 ટૂર્નામેન્ટ દરમિયાન કાબુલમાં આત્મઘાતી બ્લાસ્ટ થયો. બંને ટીમના ખેલાડીઓને એક બંકરમાં લઇ જવામાં આવ્યા જેથી તેમનો જીવ બાચવી શકાય. જ્યારે હુમલો થયો ત્યારે ત્યાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ પણ સ્ટેડિમયમાં હજાર હતા. બ્લાસ્ટ બાદ દર્શકો આમતેમ ભાગતા જોવા મળી રહ્યા છે કેમ કે વિસ્ફોટ બાદ ચારે તરફ અફરાતફરીનો માહોલ હતો.
કોન્સેટબલની બર્બરતાનો વીડિયો વાયરલ, વૃદ્ધાને લાતો-મુક્કા મારી પાટા પર ઉંધો લટકાવ્યો
કાબુલમાં વધ્યા આતંકી હુમલા
સ્ટેડિયમમાં હાજર તમામ લોકો આ બ્લાસ્ટના આઘાતમાં હતા. આ ઘટના કાબુલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પામીર જાલ્મી અને બેન્ડ-એ-અમીર ડ્રેગન વચ્ચે શાપેઝો ક્રિકેટ લીગની 22 મી લીગ મેચ દરમિયાન બની. કાબુલ પોલીસ ઓફિસે આ ઘટનાની પુષ્ટી કરી છે, પરંતુ અત્યાર સુધી જાનહાનીનો કોઈ ખુલાસો થયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube