OMG! શેરીઓમાં ક્યાંથી આવ્યા વાદળી રંગના કૂતરા? અચાનક કૂતરાઓનો રંગ બદલાઈ જતા લોકોમાં નવી બીમારીનો ભય!
દુનિયામાં સામાન્ય રીતે કાળા, ભૂરા કે સફેદ રંગના શ્વાન જોવા મળે છે. પણ ક્યારેય તમે વાદળી રંગના કૂતરા નહીં જોયા હોય. અચાનક કૂતરાઓનો રંગ બદલાઈ ગયો અને વાદળી થઈ ગયો! વાદળી રંગના કૂતરાઓને જોઈને તમે પણ ડરી જશો.
નવી દિલ્લીઃ દુનિયામાં સામાન્ય રીતે કાળા, ભૂરા કે સફેદ રંગના શ્વાન જોવા મળે છે, પરંતુ રશિયાની શેરીઓમાં વાદળી શ્વાન જોવા મળે છે. જીહાં, આ વાત સાંભળવામાં અજીબ લાગશે પરંતુ સાચી છે. વાદળી રંગના શ્વાનને જોઈને લોકોને આશ્ચર્યચકિત થાય છે કે કૂતરાઓનો રંગ કેવી રીતે બદલાઈ રહ્યો છે? જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય કે આ કૂતરાઓનો રંગ પહેલેથી જ વાદળી હતો? તો જવાબ છે ના. આ શ્વાન પણ સામાન્ય શ્વાનોની જેમ કાળા, ભૂરા કે સફેદ રંગના હતા, પરંતુ અચાનક તેમનો રંગ બદલાઈ ગયો છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ શ્વાન ક્યાંથી આવ્યા? ખરેખર, આ શ્વાન બહારથી આવ્યા નથી, પરંતુ તે પહેલાથી જ શેરીઓમાં રખડતા કૂતરા છે.
આ છે દુનિયાની સૌથી સસ્તી અને સૌથી નાની ઈલેક્ટ્રિક કાર! 300 કિમીની રેન્જ, જાણી લો કિંમત
સ્થાનિક લોકોને આશ્ચર્ય થયું:
રશિયામાં જોવા મળતા વાદળી રંગના રખડતા કૂતરાઓના ટોળાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો રશિયાના નિઝની નોવગોરોડ પ્રદેશની બતાવવામાં આવી રહી છે. રખડતા કૂતરાઓના બદલાતા રંગથી સ્થાનિક લોકો આશ્ચર્યચકિત છે.
કેવી રીતે બદલાઈ રહ્યો છે કૂતરાઓનો રંગ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કૂતરાઓના વાળ જ નહીં પરંતુ ત્વચા પણ સંપૂર્ણપણે વાદળી થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે, કેમિકલ રિએક્શનનાં કારણે કૂતરાઓનો રંગ વાદળી થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીરો Dzerzhinskoye Orgsteklo પ્લાન્ટની છે. આ પ્લાન્ટમાં એક સમયે હાઈડ્રોસેલેનિક એસિડ અને પ્લેક્સિગ્લાસનું ઉત્પાદન કરતી મોટી કેમિકલ ફેક્ટરી હતી. આ કેમિકલ પ્લાન્ટ લગભગ 6 વર્ષ પહેલા બંધ થયો હતો. પરંતુ પ્લાન્ટના કારણે અહીંના કૂતરાઓમાં કેમિકલ રિએકશન આવ્યું.
Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો થયો વાયરલ
કોપર સલ્ફેટની અસર શું છે?
જોકે, કેમિકલ પ્લાન્ટના મેનેજર આન્દ્રે મિસલિવેટ્સનું કહેવું છે કે તેમના પ્લાન્ટને કારણે આવું નથી થયું. તેમણે દાવો પણ કર્યો કે, કોપર સલ્ફેટના સંપર્કમાં આવવાનાં કારણે શ્વાનનો રંગ બદલાયો છે. સાચુ કારણ, કૂતરાઓની યોગ્ય તપાસ બાદ જ જાણી શકાશે.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
NGO ઉઠાવી રહી છે અવાજ:
જોકે વૈજ્ઞાનિકો હજુ સુધી સ્પષ્ટ રીતે જાણી શક્યા નથી કે, કૂતરાઓ પર ચઢેલા વાદળી રંગનું સાચું કારણ શું છે, પરંતુ શ્વાનોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે. સ્થિતિને ગંભીરતાથી લેતા પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાઓએ અવાજ ઉઠાવવાનું શરૂ કર્યુ. સંગઠનો માગ કરી રહ્યા છે કે, કૂતરાઓની સારવાર માટે ટૂંક સમયમાં વ્યવસ્થા કરવામાં આવે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube