અમેરિકાથી ફરી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફરીથી એક  ભારતીય મૂળના વિદ્યાર્થીના મોતના સમાચારે હચમચાવી દીધા છે. આ વિદ્યાર્થીનું નામ શ્રેયસ રેડ્ડી હોવાનું કહેવાય છે. આ અગાઉ હાલમાં જ 2 વધુ ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ અઠવાડિયામાં ભારતીય વિદ્યાર્થીના મોતની આ ત્રીજી ઘટના છે. સૂત્રોના જણાવ્યાં મુજબ શ્રેયસ રેડ્ડી લિંડર સ્કૂલ ઓફ બિઝનેસમાં અભ્યાસ કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ ઘટના અમેરિકાના સિનસિનાટી શહેરની છે. વિદ્યાર્થીનું મોત કેવી રીતે થયું તે અંગે જાણકારી મળી શકી નથી. આ મામલે હાલ તપાસ ચાલુ છે. ન્યૂયોર્ક સ્થિત ભારતીય દૂતાવાસે  ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડીના મોતની પુષ્ટિ કરી છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાણકારી આપતા કહ્યું કે, "ઓહાયોમાં ભારતીય મૂળના વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનીગીરીના નિધનથી અમે દુ:ખી છીએ. પોલીસ તપાસ ચાલુ છે. હાલ કોઈ પ્રકારની હિંસાનો શક નથી. દૂતાવાસ વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે અને દરેક પ્રકારનો સહયોગ કરી રહ્યું છે."


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube