ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના લાહોરમાં એક ભયાનક બોમ્બ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે. લાહોરના અનારકલી વિસ્તારમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર છે. ઘાયલોને સારવાર માટે મેયો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ધ ડોન' ના અનુસાર, વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. લાહોર પોલીસના પ્રવક્તા રાણા આરિફે મૃતકોની સંખ્યા અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી છે.


પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે આ ઘટનાની નોંધ લીધી છે અને પોલીસ મહાનિરીક્ષકને આ સંદર્ભે રિપોર્ટ સોંપવા નિર્દેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને ઘાયલોને તમામ શક્ય તબીબી સુવિધાઓ પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો હતો.


ઘટના પછી તરત જ, લાહોરના ડેપ્યુટી કમિશનર (ડીસી) ઉમર શેર ચઢ્ઢાએ નાગરિક સંરક્ષણ અધિકારીને આ વિસ્તારમાં બોમ્બ નિરોધક ટુકડી તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે વિસ્તારનું સંપૂર્ણ અને વ્યાપકપણે નિરીક્ષણ કરવું જોઈએ.


લાહોરના ડીસીના નિર્દેશ પર ઘાયલોને મેયો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બચાવ અને રાહત દળો ઘટનાસ્થળે ઘાયલોને મદદ કરી રહ્યા છે. હોસ્પિટલને બ્લાસ્ટ માટે દરેક રીતે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube