કોણ છે ભારતીય મૂળના ઋષિ સુનક, જે બની શકે છે બ્રિટનના નવા પ્રધાનમંત્રી
Rishi Sunak Profile: બોરિસ જોનસન પર દબાવનો સિલસિલો પાંચ જુલાઈથી શરૂ થયો હતો, જ્યારે બ્રિટન સરકારમાં નાણામંત્રી સુનકે રાજીનામુ આપી દીધુ હતું. ત્યારબાદ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદે પણ પોતાની ખુરશી છોડી દીધી હતી.
લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સંકટમાં ફસાયા છે. જોનસન ગમે ત્યારે પ્રધાનમંત્રીની ખુરશી છોડી શકે છે. જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુકેના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ પણ છે. જો તેમ થાય તો ઋષિ યુકેના પ્રધાનમંત્રી બનનાર ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ હશે. ઋષિ સુનક તે વ્યક્તિ છે જેણે જોનસન કેબિનેટમાંથી સૌથી પહેલા રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ અનેક મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે. જેના દબાવમાં જોનસન પર રાજીનામુ આપવાનું દબાણ વધી ગયું છે. આવો જાણીએ કોણ છે ઋષિ સુનક જે બોરિસ જોનસ બાદ યુકેના પીએમ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે.
પરંતુ માનવામાં આવી રહ્યું છે કે યુકેના નવા પીએમ બનવા સુધી બોરિસ જોનસ કાર્યવાહક પ્રધાનમંત્રી બન્યા રહેશે. તેમનો કાર્યવાહકનો પદભાર ઓક્ટોબર મહિના સુધી રહેવાની સંભાવના છે. 42 વર્ષીય ઋષિ સુનક જેનું નામ આ સમયે યુકેના નવા પીએમ તરીકે સામે આવી રહ્યું છે, તેમને બોરિસ જોનસને રાજકોષના ચાન્સલર બનાવ્યા હતા. આ ફેબ્રુઆરી 2020ની વાત છે, જ્યારે બોરિસ પોતાની કેબિનેટનો વિસ્તાર કરી રહ્યા હતા.
પંજાબથી યુકે પહોંચ્યો હતો પરિવાર
ઋષિ સુનકના દાદા-દાપી પંજાબથી બ્રિટન પહોંચ્યા હતા. ઇન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે સુનકના લગ્ન થયા છે. તેમને બે પુત્રી છે. અક્ષતા સાથે ઋષિ સુનકની મુલાકાત કેલિફોર્નિયામાં થઈ હતી.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર જેવો રાજકીય ભૂકંપ UKમાં, ઢગલો રાજીનામા પડતા હવે બોરિસ જ્હોન્સન છોડશે PM પદ
કોરોના મહામારીમાં મેળવી લોકપ્રિયતા
તેમને વ્યાવસાયિઓ અને શ્રમિકોની મદદ માટે દેશમાં પસંદ કરવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન અબજો પાઉન્ડના મોટા પેકેજની જાહેરાત બાદ ઋષિ સુનકની લોકપ્રિયતામાં ખુબ વધારો થયો હતો.
લૉકડાઉન ભંગમાં લાગ્યો હતો દંડ
ઋષિ સુનકને ડિશી ઉપનામથી બોલાવવામાં આવે છે. કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન નિયમોના ઉલ્લંઘનમાં તેમના પર દંડ પણ લાગ્યો હતો. તેમના પર ડાઉનિંગ સ્ટ્રીટની સભામાં ભાગ લેવાનો આરોપ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube