Woman Beaten Her Boss Video : ચીનમાં એક મહિલાએ પોતાના બોસની પોતું મારવાના ડંડાથી બરાબર ધોલાઈ કરી નાખી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા હવે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. લોકોએ તેના ખુબ વખાણ કર્યા. મહિલાએ તેના બોસ પર ખુબ ગંભીર આરોપ લગાવ્યા અને બોસની પીટાઈ કરી. આ પીટાઈનો વીડિયો પણ બનાવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફિસની મહિલાઓને મોકલતો હતો ડર્ટી મેસેજ
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ ચીનની સરકારી મહિલા કર્મચારીનો આરોપ છે કે તેના બોસ તેનું ઉત્પીડન કરતા હતા અને તેને અભદ્ર મેસેજ મોકલતા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે જોઉ(Zhou) એ પહેલા તો ટબમાં ભરેલા બાથરૂમનું પાણી બોસ પર ફેંક્યું અને પછી પોતુ કરવાના ડંડા મોબ(Mob) થી તેની ઓફિસમાં ઘૂસીને બરાબર ધોલાઈ કરી નાખી. 


મહિલાએ બોસને માર્યો
એટલું જ નહીં બોસ વેંગની સામે રાખેલા પુસ્તકોને મહિલાએ જોરથી તેના મોઢા પર ફેંક્યા. જેવી બોસની પીટાઈ કરવા લાગી કે મહિલા સાથે ઉભેલી બીજી યુવતીએ તેનો વીડિયો બનાવવા માંડ્યો અને તે બોસ પોતાનું મોઢું છૂપાવવા લાગ્યો. આ દરમિયાન તેણે માફી માંગતા કહ્યું કે તે જ્યારે મેસેજ મોકલતો તો ત્યારે મજાક કરી રહ્યો હતો. બાજુમાં ઊભેલી મહિલાએ કહ્યું કે આ મજાક કેવી રીતે હોઈ શકે? આ તમારા ગંદા ચરિત્રને દેખાડે છે. શું તમે ક્યારેય તમારી ઓફિસના કર્મચારીઓ વિશે વિચાર્યું છે? બીજી મહિલા ગુસ્સામાં આવીને સામે રાખેલીા પુસ્તકો અને સામાનને ટેબલ પરથી પાડી નાખે છે. 


જુઓ Viral Video


Coronavirus: એક જગ્યા એવી જ્યાં જીવલેણ કોરોના પણ હાંફી જાય છે!...સંક્રમણનું જોખમ એકદમ ઓછું


Spain: વાસનાનો કીડો એવો તે સળવળ્યો કે શાળાની સામે જ કપલ કરવા લાગ્યું સેક્સ, બાળકોએ બનાવ્યો VIDEO


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube