વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં એક સુપરમાર્કેટમાં હુમલાખોરે ચાકૂ મારીને 6 લોકોને ઘાયલ કરી દીધા. સુપરમાર્કેટમાં જ્યારે હાથમાં ચાકૂ લઈને હુમલાખોર અલ્લાહ-અલ્લાહના નારા લગાવીને લોકોને નિશાન બનાવી રહ્યો હતો ત્યારે એક ભારતીયે કઈક એવું કરીને બતાવ્યું કે જેની કોઈએ કલ્પના પણ નહતી કરી. શુક્રવારે જે સમયે આ વારદાત ઘટી ત્યારે અમિત નંદ ઓકલેન્ડ સ્થિત સુપરમાર્કેટમાં શોપિંગ માટે ગયો હતો. ત્યારે તેને લોકોની ચીસો સંભળાઈ. તે કઈ સમજે તે પહેલા લોકોએ જીવ બચાવવા માટે આમ તેમ ભાગવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેની નજર હાથમાં મોટું ચાકૂ લઈને ફરતા એક યુવક પર પડી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Injured Woman ને જોઈને રોકાયો
ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ અમિત નંદે જણાવ્યું કે સુપરમાર્કેટમાં હાજર લોકો બૂમો પાડી રહ્યા હતા. કેટલાક લોકોએ તેને પણ બિલ્ડિંગમાંથી બહાર નીકળવાનું કહ્યું. પરંતુ અચાનક તેણે જોયું કે એક ઘાયલ મહિલા મદદ માટે ગુહાર લગાવી રહી હતી. ત્યારબાદ અમિતે ભાગવાની જગ્યાએ મહિલાને મદદ કરવાનો નિર્ણય લીધો અને હુમલાખોર સાથે ભીડી ગયો. 


થોડીવાર સુધી મુકાબલો કર્યો
અમિતે ત્યાં હાજર એક વ્યક્તિ પાસેથી ડંડો લીધો અને ડર્યા વગર ચાકૂ લઈને ઊભેલા હુમલાખોર સાથે ભીડી ગયો. હુમલાખોરને આશા પણ નહતી કે આવું કઈ થશે. આથી તે પણ ચોંકી ગયો. થોડીવાર સુધી અમિત તેનો મુકાબલો કરતો રહ્યો. ત્યારે જ પોલીસકર્મીએ તે હુમલાખોરને ઠાર કર્યો. જો અમિત સાહસ ન બતાવત તો હુમલાખોર ચોક્કસપણે અનેક લોકોને ઘાયલ કરી ચૂક્યો હોત.


Viral Photos: આ છે દુનિયાનું સૌથી ઉજ્જડ ઘર, અહીં રહેવા માટે ચૂકવવા પડશે 15 કરોડ


આ રીતે તેણે લોહીની નદી વહેતી અટકાવી
અમિત નંદે જણાવ્યું કે હુમલાખોરના હાથમાં ખુબ મોટું ચાકૂ હતું. તે વારંવાર અલ્લાહ-અલ્લાહ ની બૂમો પાડતો હતો. આરોપીના મોત બાદ અમિતે ઘાયલોની મદદ પણ કરી. તેણે સુપરમાર્કેટના ટુવાલ અને નેપકીનની મદદથી ઘાયલોનું વધુ લોહી વહેતું અટકાવ્યું હતું. જ્યાં સુધી મદદ ન પહોંચી ત્યાં સુધી તે આમ કરતો રહ્યો. અમિતના આ સાહસિક કાર્યની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. 


કોરોનાના આ મ્યુટેશન્સ ઘટાડે છે વેક્સીનની અસર, બે નવા વેરિએન્ટથી ફરી ફેલાયો ફફડાટ


શ્રીલંકાનો નાગરિક હતો હુમલાખોર
મૃત્યુ પહેલા હુમલાખોરે છ લોકોને ઘાયલ કર્યા હતા. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. હુમલાખોરની ઓળખ 32 વર્ષના શ્રીલંકન નાગરિક તરીકે થઈ છે. તે 2011માં શ્રીલંકાથી અમેરિકા આવી ગયો હતો. આતંકી ગતિવિધિઓ સાથે જોડાયેલા મામલે તેને જેલ પણ થઈ હતી અને થોડા સમય પહેલા જ તેને જેલથી છોડી મૂકવામાં આવ્યો હતો. હુમલાખોર 24/7 પોલીસની નિગરાણીમાં હતો આમ છતાં તેણે આવી વારદાતને અંજામ આપ્યો. 


ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને આ ઘટનાને આતંકી હુમલો ગણાવતા કહ્યું હતું કે હુમલાખોર શ્રીલંકન નાગરિક હતો અને ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી ગ્રુપથી પ્રભાવિત હતો. ઓકલેન્ડના સુપરમાર્કેટમાં બપોરે 2.40 વાગે આ હુમલો થયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube