Viral Photos: આ છે દુનિયાનું સૌથી ઉજ્જડ ઘર, અહીં રહેવા માટે ચૂકવવા પડશે 15 કરોડ

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસ સંક્રમણે લોકોને આઇસોલેશનનો સાચો અર્થ સમજાવી દીધો છે. ઈંગ્લેન્ડમાં (England Remote House) આ દિવસોમાં લોકોનું વલણ એવા ઘરો તરફ વધી ગયું છે જે સોસાયટીથી દૂર આવેલા હોય. અહીંનું Skiddaw House આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. જુઓ વિશ્વના સૌથી ઉજ્જડ ઘરના  (World's Most Isolated Home) વાયરલ ફોટો. 

સોશિયલ લાઇફથી બચવા માટે બેસ્ટ છે ઘર

1/4
image

કોરોના કાળે લોકોને આઇસોલેટ જીવન જીવવા માટે મજબૂરકરી દીધા છે. ઈંગ્લેન્ડમાં એકલા રહેવાનું ચલણ ખુબ વધી ગયું છે. તેવામાં 1500 ફૂટની ઉંચાઈ પર આવેલું Skiddaw House લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. 

દૂર દૂર સુધી સન્નાટો

2/4
image

આ ઘર એટલી હદ સુધી વિરાન છે કે દૂધનું એક પેકેટ લેવા માટે લોકોએ ચાર કિલોમીટરની યાત્રા કરવી પડશે. ઘરની આસપાસ બીજુ ઘર કે કોઈ પાડોશી પણ નથી. 

 

 

ઘરમાં નથી લાઇટ, ગેસની સુવિધા

3/4
image

ઘરમાં ન તો વીજળી છે ન ગેસની સુવિધા. ત્યાં સુધી કે ઉજ્જડ ઘરમાં ઇન્ટરનેટ સુવિધાની પણ કોઈ આશા નથી. અહીં ભોજન બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવો પડશે અને લાઇટ માટે સોલાર પેનલનો. 

સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે ઉજ્જડ ઘર

4/4
image

દુનિયાના સૌથી ઉજ્જડ ઘર (World`s Most Isolated Home) ની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 200 વર્ષ જૂના ઘરમાં રહેવા માટે લોકો 15 કરોડ રૂપિયા સુધીની કિંમત ચુકવવા માટે તૈયાર છે.