બ્રાઝિલની અત્યંત લોકપ્રિય સિંગરનું વિમાન દુર્ઘટનામાં મોત, પ્લેન ક્રેશ પહેલા શેર કર્યો હતો આ Video
બ્રાઝિલની ફેમસ યંગ સ્ટાર સિંગર મારિલિયા મેન્ડોન્કાનું એક પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તે 26 વર્ષની હતી. સિંગરના નિધનની જાણકારી અધિકારીઓએ આપતા એમ પણ જણાવ્યું કે આ પ્લેન અકસ્માતમાં મારિલિયા સાથે તેના એક અંકલ અને એક પ્રોડ્યુસર તથા બે ક્રુ મેમ્બર્સના પણ મોત નિપજ્યા છે. આ અકસ્માત કેવી રીતે થયો તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી.
નવી દિલ્હી: બ્રાઝિલની ફેમસ યંગ સ્ટાર સિંગર મારિલિયા મેન્ડોન્કાનું એક પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તે 26 વર્ષની હતી. સિંગરના નિધનની જાણકારી અધિકારીઓએ આપતા એમ પણ જણાવ્યું કે આ પ્લેન અકસ્માતમાં મારિલિયા સાથે તેના એક અંકલ અને એક પ્રોડ્યુસર તથા બે ક્રુ મેમ્બર્સના પણ મોત નિપજ્યા છે. આ અકસ્માત કેવી રીતે થયો તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી.
બ્રાઝિલના રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
મારિલિયા મેન્ડોન્કાના નિધન પર શોક વ્યક્ત કરતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારોએ ટ્વીટ કરીને લખ્યું કે આ ખબરથી આખો દેશ સ્તબ્ધ છે. મેન્ડોન્કા પોતાની પેઢીના મહાન કલાકારોમાંથી એક હતી.
ન્યૂઝ વેબસાઈટ G1 ના જણાવ્યાં મુજબ પ્લેન મધ્ય પશ્ચિમી શહેર ગોઈયાનિયાથઈ કેરિંગા જઈ રહ્યું હતું. જ્યાં 26 વર્ષની મેન્ડોન્કા શુક્રવારે આ મ્યૂઝિક કોન્સર્ટમાં સામેલ થવા જઈ રહી હતી. દુર્ઘટના કેરિંગાના એક ગ્રામિણ વિસ્તારમાં ઘટી. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્લેન ક્રેશના કારણોની અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube