Breaking News Latest Update of 16 May: આજનો દિવસ ન્યૂઝીલેન્ડ માટે માઠા સમાચાર લઈને આવ્યો. ન્યૂઝીલેન્ડની એક હોસ્ટેલમાં ખેલાયો ખૂની ખેલ. યુવાઓ હોસ્ટેલમાં બેઠા હતા અને અચાનક તેમના પર વરસવા લાગી મોતની ગોળીઓ. અંધાધૂંધ ફાયરિંગથી હોસ્ટેલ જ્યાં જુઓ ત્યાં લોહીના ફુવારો ઉડતા જોવા મળ્યાં. બેફામ કરાયેલાં ફાયરિંગમાં 10 લોકોની મોત થઈ ગઈ. જ્યારે આ ઘટનાને પગલે ઢગલાબંધ લોકો ઘાયલ થયાં. 


ઉલ્લેખનીય છેકે, આ ઘટના ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં આવેલી 4 માળની એક હોસ્ટેલમાં એકબાદ એક ઉપરાછાપરી ગોળીઓ વરસવા લાગી. ત્યાં હાજર લોકો કંઈ સમજે એ પહેલાં તો ત્યાં લાશોનો ઢગલો થઈ ગયો. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. હજુ સુધી આ ફાયરિંગમાં કોનો હાથ છે કે પછી આ ઘટના પાછળનો હેતુ શું છે એ જાણી શકાયું નથી. પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. હાલ પોલીસ આ મામલાની જીણવટ ભરી તપાસ કરી રહ્યાં છે.