Britain's most tattooed woman: ઈંગ્લેન્ડના ચેશાયર શહેરમાં રહેતી બેકી હોલ્ટનો દાવો છે કે તે બ્રિટનની પહેલી એવી મહિલા છે જેના શરીર પર સૌથી વધુ ટેટૂ છે. 33 વર્ષની બેકી હોલ્ટના શરીર પર 95 ટકા હિસ્સો ટેટૂથી ઢંકાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 લાખ રૂપિયાના ટેટૂ  બનાવડાવ્યા
બેકી હોલ્ટે અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાના ટેટૂ બનાવડાવ્યા છે. બેકીનું કહેવું છે કે લોકો તેને જોઈને ડરી જાય છે અને તેની સામે જ તેનું ખોદવાનું શરૂ કરી દે છે. જો કે બેકી તેમની વાતો નજરઅંદાજ કરી નાખે છે. 



શરીરના 95 ટકા ભાગ પર ટેટૂ
બેકી હોલ્ટે પોતાના શરીરના 95 ટકા ભાગ પર ટેટૂ બનાવડાવ્યા છે. તેણે તેના ચહેરા, આર્મપિટ, પ્રાઈવેટ પાર્ટ્સ ઉપર પણ ટેટૂ બનવડાવ્યા છે. આ માટે તેણે લગભગ 35 હજાર યૂરો ખર્ચ કરવા પડ્યા. 



15 વર્ષની ઉંમરથી થઈ શરૂઆત
બેકી હોલ્ટે જણાવ્યું કે 15 વર્ષની ઉંમરમાં તેણે પહેલું ટેટૂ બનાવડાવ્યું હતું. જે તેના બોયફ્રેન્ડના નામ પર હતું. જો કે તે તેણે લાંબા સમય સુધી છૂપાવી રાખ્યું હતું. 



શરીર પર ક્યાંય જગ્યા ન મળતા ચહેરા પર ટેટૂ બનાવવાના શરૂ કર્યા
મોડલ અને ઈન્ટીરિયર ડિઝાઈનર બેકીએ એટલા ટેટૂ બનાવડાવ્યા છે કે હવે તેના શરીર પર ક્યાંય ટેટૂ માટે જગ્યા રહી નથી. બેકી હવે પોતાના ચહેરા પર ટેટૂ બનાવડાવા લાગી છે. પહેલા તે શરીર પર એવી જગ્યાઓ પર ટેટૂ બનાવડાવતી હતી કે લોકો તેને જોઈ ન શકે. 22 વર્ષની ઉંમરમાં તેનું પહેલું ટેટૂ લોકોના ધ્યાનમાં આવ્યું હતું. 



સૌથી દર્દનાક અનુભવ
બેકીએ જણાવ્યું કે આર્મપિટ અને પ્રાઈવેટ પાર્ટ્સ પર ટેટૂ બનાવડાવવું તેના માટે સૌથી ડરામણો અનુભવ રહ્યો. બેકી હોલ્ટે પોતાની ફેવરિટ ફિલ્મથી માંડીને માતા પિતા અને બહેન બધાના નામના ટેટૂ પોતાના બોડી પર બનાવડાવ્યા છે. 


(તસવીરો સાભાર- Becky Holt/ Instagram)