કિંગ ચાર્લ્સને મળ્યા ઋષિ સુનક, ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ PM તરીકે કર્યા નિયુક્ત
યૂકેના પ્રથમ હિંદુ પ્રધાનમંત્રી ઋષિ સુનક (Rishi Sunak) 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર ભાષણ આપશે. તેની સાથે તેમની પત્ની અક્ષય મૂર્તિ તેમની બે પુત્રીઓ અનુષ્કા અને કૃષ્ણા પણ હાજર રહી શકે છે.
ઋષિ સુનકે (Rishi Sunak) બકિંધમ પેલેસમાં કિંગ ચાર્લ્સ સાથે મુલાકાત કરી છે. હવે ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલાં લિઝ ટ્રસ (Liz truss), જેમણે સત્તામાં ફક્ત 44 દિવસ બાદ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
આ પહેલાં બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી લિઝ ટ્ર્સે ડાઉનિંગ સ્ટ્રીટથી વિદાય ભાષણમાં, પોતાના ઉત્તરાધિકારી ઋષિ સુનક (Rishi Sunak) ની 'સફળતા' ની કામના કરી. સાથે જ તેમણે સત્તામાં પોતાના સમયની કેટલીક ઉપલબ્ધિઓની પ્રશંસા કરી છે.
ઔપચારિક રૂપથી રાજીનામું આપવા માટે બકિંધમ પેલેસ જતાં પહેલાં તેમણે કહ્યું કે 'અમે એક વાવાઝોડા માધ્યમથી લડાઇ ચાલુ રાખીએ છીએ, પરંતુ મને બ્રિટનમાં વિશ્વાસ છે. મને બ્રિટિશ લોકો પર વિશ્વાસ છે અને મને ખબર છે કે ઉજ્જવળ દિવસ આવવાના છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube