Queen Elizabeth health update: બ્રિટનના રાણીની તબિયત બગડી, 96 વર્ષીય મહારાણી એલિઝાબેથ તબીબોની દેખરેખમાં રહેશે
British Queen health: બકિંઘમ પેલેસે ગુરૂવારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ડોક્ટરોની ટીમ મહારાણીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. સાથે તેમને ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવ્યા છે. મહારાણીના પરિવારના સભ્યોને તેમના સ્વાસ્થ્ય વિશે જાણ કરી દેવામાં આવી છે.
Britain Queen Elizabeth II health update: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયની સ્થિતિ નાજુક છે. બર્કિંઘમ પેલેસે કહ્યું છે કે મહારાણી હાલ ડોક્ટરોની દેખરેખમાં છે, કારણ કે ડોક્ટરોએ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે. મહારાણીએ પોતાની પ્રિવી કાઉન્સિલની બેઠક રદ્દ કરી દીધી અને તેમને આરામ કરવાનું કહેવામાં આવ્યું છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રસને મંગળવારે ઔપચારિક રૂપથી બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કર્યાં હતા. ટ્રસ 96 વર્ષીય મહારાણીને મળવા માટે સ્કોટલેન્ડના એબર્ડીનશાયરમાં તેમના બાલ્મોરલ કેસલ સ્થિત આવાસ પહોંચ્યા હતા.
પરિવારના સભ્યોએ આપી જાણકારી
પેલેસનું કહેવું છે કે મહારાણી બાલ્મોરલમાં છે અને તેમનો પુત્ર પ્રિન્સ ચાર્લ્સ અને પૌત્ર પ્રિન્સ વિલિયમ ત્યાં માટે રવાના થઈ ગયા છે. આ વચ્ચે ટ્રસે કહ્યું કે બકિંઘમ પેલેસના આ સમાચારથી દેશ ચિંતિત હશે. તેમણે ટ્વિટર પર કહ્યું કે આ સમયે મારી અને દેશની શુભકામનાઓ મહારાણી અને તેમના પરિવાર સાથે છે.
બકિંઘમ પેલેસે ગુરૂવારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે ડોક્ટરોની ટીમ મહારાણી એલિઝાબેથના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે. સાથે તેમને દેખરેખમાં રાખવામાં આવ્યા છે. મહારાણીના પરિવારના સભ્યોને પણ સ્વાસ્થ્ય વિશે જાણકારી આપવામાં આવી છે. બકિંઘમ પેલેસ તરફથી મહારાણીને લઈને ફેલાઈ રહેલી અફવાઓને નકારી દેવામાં આવી હતી.
મંત્રીઓ સાથે બેઠક રદ્દ
ડોક્ટરો તરફથી બુધવારે મહારાણીને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી, ત્યારબાદ બ્રિટિશ સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે તેમની એક વર્ચ્યુઅલ મીટિંગને પણ રદ્દ કરવી પડી હતી. એક દિવસ પહેલા મહારાણી કેસલ હાઉસમાં લિઝ ટ્રસને બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરતા જોવા મળ્યા હતા. લિઝ ટ્રસે મહારાણીના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube