ભારતીય મૂળની મહિલાઓને ખવડાવવામાં આવી હતી રેડિયોએક્ટિવ રોટલીઓ, બ્રિટિશ સાંસદે તપાસની માંગણી કરી
બ્રિટનના વિપક્ષી દળ લેબર પાર્ટીના સાંસદે 1960ના દાયકાના એ ચિકિત્સા અનુસંધાનની કાયદેસર તપાસની માંગણી કરી છે જે હેઠળ ભારતીય મૂળની મહિલાઓને આયર્નની કમીની સમસ્યાને પહોંચી વળવા માટે રેડિયોએક્ટિવ આઈસોટેપવાળી રોટલીઓ ખાવા માટે અપાઈ હતી.
બ્રિટનના વિપક્ષી દળ લેબર પાર્ટીના સાંસદે 1960ના દાયકાના એ ચિકિત્સા અનુસંધાનની કાયદેસર તપાસની માંગણી કરી છે જે હેઠળ ભારતીય મૂળની મહિલાઓને આયર્નની કમીની સમસ્યાને પહોંચી વળવા માટે રેડિયોએક્ટિવ આઈસોટેપવાળી રોટલીઓ ખાવા માટે અપાઈ હતી. ઈંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારના કોવેન્ટ્રીના સાંસદ તાઈઓ ઓવાટેમીએ એક્સ (અગાઉ ટ્વિટર) પર હાલમાં જ એક પોસ્ટમાં કહ્યું કે આ અભ્યાસથી પ્રભાવિત થયેલી મહિલાઓ અને તેમના પરિવારો પ્રત્યે તેમની વધુ ચિંતા છે.
હકીકતમાં એક સ્થાનિક ડોક્ટરના જણાવ્યાં મુજબ 1969માં શહેરના દક્ષિણ એશિયન વસ્તીમાં આર્યનની કમીને પહોંચી વળવા મામલે એક ચિકિત્સા અનુસંધાન હેઠળ ભારતીય મૂળની લગભગ 21 મહિલાઓને આયર્ન-59 વાળી રોટલીઓ ખાવા માટે અપાઈ હતી.
આ દાવા બાદ ઓવાટેમીએ કહ્યું કે મારી સૌથી મોટી ચિંતા એ મહિલાઓ અને તેમના પરિવારો પ્રત્યે છે જેમના પર અભ્યાસ દરમિયાન પ્રયોગ કરાયો હતો. તેમણે કહ્યું કે સપ્ટેમ્બરમાં સંસદની જ્યારે બેઠક થશે ત્યારે હું તેના પર સદનમાં ચર્ચાની માંગણી કરીશ અને ત્યારબાદ એ વાતની પૂરી કાયદેસર તપાસની માંગણ કરીશ કે આવું કઈ રીતે થવા દેવામાં આવ્યું અને મહિલાઓની ઓળખ કરવાની એમઆરસી (મેડિકલ રિસર્ચ કાઉન્સિલ)ના ભલામણ રિપોર્ટ પર પછીથી કેમ ધ્યાન ન અપાયું.
21 મહિલાઓને પ્રયોગમાં સામેલ કરાઈ હતી
MRC ના એક પ્રવક્તાએ કહ્યું કે 1995માં ચેનલ 4 પર એક ડોક્યુમેન્ટરીના પ્રસારણ બાદ ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની તપાસ કરાઈ હતી. બીબીસીના એક રિપોર્ટ મુજબ એ સામે આવ્યું છે કે મામૂલી બિમારીઓ પર એક સ્થાનિક ડોક્ટરની મદદ માંગવામાં આવ્યા બાદ લગભગ 21 મહિલાઓને પ્રયોગમાં સામેલ કરાઈ હતી.
દક્ષિણ એશિયન મહિલાઓન વચ્ચે મોટા પાયે એનીમિયાની ચિંતાના કારણે આ અભ્યાસ હાથ ધરાયો હતો અને અનુસંધાનકર્તાઓને શક હતો કે તેમના લોહીમાં રેડ સેલ્સની કમીનું કારણ પરંપરાગત દક્ષિણ એશિયન આહાર હતો. રિપોર્ટ મુજબ આયર્ન 59વાળી રોટલીઓ આ મહિલાઓના ઘરે પહોંચાડવામાં આવી હતી. આયર્ન 59 ગામા બીટાનું ઉત્સર્જન કરનારું લોહતત્વનો આઈસોટોપ છે. આ મહિલાઓને ત્યારબાદ ઓક્સફોર્ડશાયરના એક અનુસંધાન કેન્દ્રમાં બોલાવવામાં આવતી જેથી કરીને તેમનામાં વિકિરણના સ્તરનું આકલન કરવામાં આવતું હતું.
રિપોર્ટ મુજબ એમઆરસીએ કહ્યું કે અભ્યાસથી એ સાબિત થયું હતું કે એશિયન મહિલાઓએ આહારમાં વધારાનું લોહતત્વ લેવું જોઈએ. કારણ કે લોટમાં લોહતત્વ અદ્રવ્યશીલ હોય છે. એમઆરસીએ એક નિવેદનમાં કહ્યું કે સહભાગિતા, ખુલ્લાપણું અને પારદર્શકતા પ્રત્યે કટિબદ્ધતા સહિત તે ઉચ્ચ માપદંડો પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે 1995માં ડોક્યુમેન્ટરીના પ્રસારણ બાદ એ મુદ્દાઓ પર વિચાર કરાયો અને તે સમયે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની તપાસ માટે સ્વતંત્ર તપાસ પણ કરાઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube