દુબઈ: શ્રીલંકામાં રવિવારે ઈસ્ટરના અવસરે થયેલા આત્મઘાતી હુમલાઓમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે દુબઈની ઐતિહાસિક ઈમારત બુર્જ ખલીફાને શ્રીલંકાના ઝંડાના રંગવાળી રોશનીમાં રોશન કરવામાં આવ્યું. દુનિયામાં સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચુંબી ઈમારતને ગુરુવારે શ્રીલંકાના ઝંડાના રંગમાં રંગી દેવાઈ. આમ કરીને સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયાની આશા વ્યક્ત કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાચાપોચા ન જોતા આ VIDEO, 53માં માળેથી આ શું પડી રહ્યું છે? જોઈને લોકો દહેશતમાં


ગગનચુંબી ઈમારતના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ મુજબ બુર્જ ખલીફા શ્રીલંકા સાથે એકજૂથતામાં રંગાયેલું છે. જે સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ પર નિર્મિત દુનિયા છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ બુર્જ ખલીફા ઉપરાંત અબુ ધાબીમાં પણ પ્રમુખ સ્થાનોને શ્રીલંકાના રાષ્ટ્રીય ધ્વજની રોશનીથી  ઝળહળતા કરવામાં આવ્યાં. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...