કાચાપોચા ન જોતા આ VIDEO, 53માં માળેથી આ શું પડી રહ્યું છે? જોઈને લોકો દહેશતમાં
અનેકવાર તો આધુનિક ટેક્નોલોજી આપણને જમીન ઉપર જ સ્વર્ગનો અનુભવ કરાવી દે છે. તો ક્યારેક તેનું એટલું બધુ મોટું પરિણામ ભોગવવું પડે છે કે આપણે બધુ ખોઈ બેસીએ છીએ. અનેકવાર આવી ઈમારતો માણસના જીવનું જોખમ બની જાય છે. કુદરતી આફતો વખતે આવી ઈમારતો એક ખરાબ સપના જેવી બની જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તે મહેસૂસ કરી શકાય છે.
Trending Photos
નવી દિલ્હી: દુનિયાભરમાં આધુનિક શૈલી અને નવી નવી ટેક્નોલોજીના કારણે લોકો વિવિધ પ્રકારની ઈમારતો બનાવી રહ્યા છે. આ ઈમારતો કોઈ પણ માણસ માટે સપનાની દુનિયાથી જરાય કમ નથી. અનેકવાર તો આધુનિક ટેક્નોલોજી આપણને જમીન ઉપર જ સ્વર્ગનો અનુભવ કરાવી દે છે. તો ક્યારેક તેનું એટલું બધુ મોટું પરિણામ ભોગવવું પડે છે કે આપણે બધુ ખોઈ બેસીએ છીએ. અનેકવાર આવી ઈમારતો માણસના જીવનું જોખમ બની જાય છે. કુદરતી આફતો વખતે આવી ઈમારતો એક ખરાબ સપના જેવી બની જાય છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને તે મહેસૂસ કરી શકાય છે.
વાત જાણે એમ છે કે આ વીડિયો ફિલિપાઈન્સની રાજધાની મનીલાનો છે. અહીં ભૂકંપ આવ્યો હતો. તે સમયે એક ઈમારતના 53માં માળેથી અચાનક જ પાણી નીચે પડવા લાગ્યું. આ પાણીને નીચે પડતા જોઈને લોકો દહેશતમાં આવી ગયાં.
જુઓ વીડિયો
નોંધનીય છેકે ભૂકંપ આવ્યા બાદ ઈમારતના 53માં માળે બનેલી સ્વિમિંગ પૂલમાંથી પાણી બહાર આવવા લાગ્યું હતું. ત્યારબાદ તરત જ એલર્ટ જારી કરવામાં આવી અને ઈમારતમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યાં. મનીલામાં ગત 22મી એપ્રિલે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં 16 લોકોના મોત થયા હતાં. ભૂકંપ આવવાથી ઈમારતમાંથી પાણી નીચે પડવા લાગ્યું હતું.
પાણીને જોઈને લોકોને લાગ્યું કે વાદળ ફાટ્યું છે અને આથી પાણી ઉપરથી નીચે પડી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઈમારતના 53માં માળેથી ઝડપભેર પાણી નીચે પડી રહ્યું છે. પાણી એટલા ફોર્સથી નીચે પડી રહ્યું હતું કે લોકોને સમજમાં જ ન આવ્યું કે આ પાણી સ્વિમિંગ પૂલમાંથી પડી રહ્યું છે, વાદળ ફાટવાથી નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે