ઇસ્લામાબાદ : અમેરિકા પહોંચ્યા બાદ એક તરફ વડાપ્રધાન મોદીનું ભવ્યાતી ભવ્ય સ્વાગત થયું તો પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની બેઇજ્જતી કરવામાં આવી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન જ્યારે સાઉદીના વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા તો તેમનું સ્વાગત કરવા માટે કોઇ મોટુ અમેરિકન અધિકારી હાજર રહ્યા નહોતા. પાકિસ્તાને શરમજનક સ્થિતીનો સામનો તેવા સમયે કરવો પડ્યો જ્યારે ઇમરાન કાન માટેની રેડકાર્પેટ પણ માત્ર 1 ફુટ જેટલી જ પાથરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ તમામ નેતાઓએ ટ્વીટર પર હાઉડી મોદીનાં પ્રોફાઇલ પિક્ચર મુક્યા
બીજી તરફ વડાપ્રધાન મોદી જ્યારે હ્યુસ્ટન પહોંચ્યા તો તેમનું ખુબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. અનેક અમેરિકન અધિકારીઓ તેમની આગેવાની કરવા માટે પહોંચ્યા હતા. આ અંગે પાકિસ્તાની રેલ મંત્રી ભડક્યા હતા. પાકિસ્તાની મંત્રીએ અમેરિકામાં મોદીના ભવ્ય સ્વાગત અને પાકિસ્તાની વડાપ્રધાન ખાનને મહત્વ નહી મળવાની ઘટના અંગે રોષ ઠાલવ્યો. પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રાશીદે કહ્યું કે, કાશ્મીર મુદ્દે અમેરિકા પર વિશઅવાસ કરી શકાય નહી. રશીદે આ મુદ્દે ચીનને એક માત્ર સારો અને નજીકનો મિત્ર ગણાવ્યો હતો.


હાઉડી Live: સ્ટેડિયમની બહાર કિલોમીટર લાંબી લાઇન, ટ્રમ્પ એરફોર્સ વનમાં રવાના
નાના-નાના બાળકોએ બનાવી એવી બેંક, જ્યાં પૈસા નહી પણ કચરો જમા થાય છે
પાકિસ્તાનીઓ જ ઉડાવી રહ્યા છે મજાક
હવે પાકિસ્તાનનાં લોકો જ ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું કે, વડાપ્રધાન ઇમરાન ખાન વિશાળ રેડકાર્પેટ વેલકમ અમેરિકામાં થયું. અમેરિકાના વરિષ્ઠ અધિકારી મલીહા લોધી તેમનું સ્વાગત કરવા માટે હાજર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મલીહા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનાં જ રાજદુત છે.


કલમ 370 સંવિધાનમાં એક કાળા ડાઘ સમાન, તેને હટાવવાનું સપનું સાકાર થયું: રાજનાથ
પાકિસ્તાની મંત્રીએ મરવા -મારવાની ધમકી ઉચ્ચારી
શેખ રાશીદે કહ્યું કે, કાશ્મીર મુદ્દે અમેરિકા પર વિશ્વાસ કરી શકાય નહી. એક ચીન છે જેની મિત્રકા પર વિશ્વાસ કરી શખાય તેમ છે. તેમણે કાશ્મીર મુદ્દે ખુબ જ ભડકાઉ ભાષણ આપતા કહ્યું કાશ્મીરની લડાઇ લડાશે. પછી તેમાં જીવ આપવો પડે કે જીવ લેવો પડે. પાકિસ્તાન કબ્જાના કાશ્મીરના ભિંભરીમાં રેલી દરમિયાન રાશીદ વિરરસ વિખેરી રહ્યા હતા.