Viral News: 50 વર્ષ સુધી કોઈપણ પ્રકારનું સોલિડ ભોજન કર્યા વિના ફક્ત પ્રવાહી પીને અને તેમાં પણ કોલ્ડડ્રિક્સ પીને જીવી શકવું શક્ય છે ? જો આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થતું હોય તો તમને જણાવી દઈએ કે વિયતનામની એક મહિલા જેનું નામ બુઈ થી લોઈ છે તેણે આવો દાવો કર્યો છે. 75 વર્ષીય આ મહિલાનું કહેવું છે કે તેણે છેલ્લા 50 વર્ષથી કોઈ પણ પ્રકારનું સોલિડ ભોજન કર્યું નથી. તે ફક્ત પાણી પીવે છે અને સોફ્ટ ડ્રિંક પીને જીવી રહી છે. તે 75 વર્ષની છે અને નિયમિત રીતે કોલ્ડડ્રિંક્સ પીવે છે તેમ છતાં પણ તે પોતાની ઉંમરના પ્રમાણમાં સારા અને સ્વસ્થ દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શરીરમાં ઘોડા જેવી તાકાત અને યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે 5 એન્ટી એજિંગ જડીબુટ્ટી


એક ઘટનાના કારણે બદલી ગયું જીવન


મહિલાનો દાવો છે કે 1963 માં તે અને અન્ય મહિલાઓ યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા સૈનિકોની સારવાર કરવા માટે પર્વત ચડી રહી હતી. તે દરમિયાન તેમના પર વીજળી પડી અને તે બેભાન થઈ ગઈ. જોકે સબનસીબે તેનો જીવ બચી ગયો પરંતુ આ ઘટના પછી તેનું જીવન સામાન્ય ન રહ્યું. ભાનમાં આવ્યા પછી થોડા દિવસ સુધી તે કંઈ જ ખાઈ. જેથી તેના મિત્રોએ તેને મીઠું પાણી આપવાની શરૂઆત કરી. 


આ પણ વાંચો: પાક્કા વેપારી તો સુરતના જ હો.. ખમણ બનાવતા લાગેલા 'લોચા'ને પણ લોકોની દાઢે વળગાળ્યો


ભોજનની સુગંધથી આવે ઉલટી


વીજળી પડવાની ઘટના પછી ઘણા સમય પછી તેણે સોલિડ ફૂડ તરીકે ફળ ખાવાનું શરૂ કર્યું. પણ તેણે અનુભવ્યું કે તેને આ આહારની જરૂર નથી. ત્યાર પછી 1970માં તેને સોલિડ ફૂડ ખાવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું અને ફક્ત પાણી તેમજ સોફ્ટ ડ્રિંક પર તે નિર્ભર થઈ ગઈ. બુઈનો દાવો છે કે તેને ભોજનની સુગંધથી ઉલટી આવવા લાગે છે. જોકે આટલા વર્ષો સુધી તેણે પોતાના બાળકો માટે ભોજન બનાવ્યું પણ પોતે ક્યારેય ખાધું નથી.


આ પણ વાંચો: Health Tips:ઘી, ગોળ અને રોટલી ખાવાથી થતા ફાયદા જાણી તમે પણ અપનાવશો નાનપણની આ આદત


સામાન્ય રીતે સ્વસ્થ જીવન જીવવા માટે ડોક્ટરો બેલેન્સ ડાયટ લેવાની સલાહ કરે છે પરંતુ બુઇનો આ દાવો લોકોને આશ્ચર્યમાં મુકે છે. કારણ કે તે છેલ્લા 50 વર્ષોથી ફક્ત સોફ્ટ ડ્રિંક અને પાણી પીને જીવી રહી છે અને સ્વસ્થ પણ છે. જો કે આ પહેલી આવી ઘટના નથી. થોડા સમય પહેલા વિયેતનામના એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે 60 વર્ષથી ઊંધ્યો જ નથી. જોકે આ બંને ઘટનામાં કરવામાં આવેલા દાવાની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવામાં આવી નથી.