Canada News : અમેરિકા અને યુકે બાદ ભારતીયો માટે કેનેડા સ્વર્ગ જેવું બન્યું હતું. પરંતુ અહી આવ્યા એ આવ્યા, બાકી હવે કેનેડા જવાની કોઈ હિંમત ન કરતા. નહિ તો ખર્ચો માથે પડશે. કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. કેનેડા હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પરમિટની સંખ્યામાં ઘટાડો કરાશે. જસ્ટિન ટ્રુડોની સરકારે લીધેલા આ નિર્ણયથી લાખો ભારતીયોને અસર પડશે. 


  • જસ્ટિન ટ્રુડોએ કેનેડાના સ્ટુડન્ટ વિઝા પર મોટું નિવેદન આપ્યું 

  • જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે જો સિસ્ટમનો દુરુપયોગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે

  • ઓછા પગારવાળા કર્મચારીઓની નીતિમાં પણ ફેરફાર થશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટુડન્ટ વિઝામા 35 ટકાનો ઘટાડો
કેનેડામાં ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ફટકો પડવાનો છે. કારણ કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્ટુડન્ટ વિઝા પર કાપ કરવાનો નિર્ણય લીધો છે. કેનેડાના પ્રધાનમંત્રી ટ્રુડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું કે, કેનેડામાં સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કરાશે. વર્ષ 2025 સુધીમાં વધુ 10 ટકાનો ઘટાડો કરાશે. તેમજ ઈમિગ્રેશન સિસ્ટમનો દુરૂપયોગ કરનાર સામે પગલા લેવાશે. 


અમિતાભ બચ્ચનથી થઈ ગઈ એક ભૂલ, હાથ જોડીને મરાઠીઓની માંગી માફી, વીડિયોમાં કબૂલ્યું


કેનેડા જવા માગતા વિદ્યાર્થીઓને થશે મોટી અસર 
ટ્રૂડો સરકારે જાહેરાત કરી છે કે, તેઓ 2025 સુધીમાં ઈન્ટરનેશનલ સ્ટુડેન્ટ્સને જાહેર કરવામાં આવતી સ્ટડી પરમિટોની સંખ્યાને ઘટાડીને 4,37,000 કરી દેશે. આ 2023માં અપાયેલી 5,09,390 પરમિટોની સરખામણીમાં ખુબ મોટો ઘટાડો છે. એકલા 2024 પહેલા સાત મહિનામાં કેનેડાએ 1,75,920 સ્ટડી પરમિટ જાહેર કરી છે.


જસ્ટિન ટ્રુડોએ એક ટ્વિટમાં કહ્યું, 'અમે ઓછા પગારવાળા, અસ્થાયી વિદેશી કામદારોની સંખ્યામાં ઘટાડો કરી રહ્યા છીએ અને તેમના કામના કલાકો ઘટાડી રહ્યા છીએ. અમે રોગચાળા પછી પ્રોગ્રામને સમાયોજિત કર્યો. પરંતુ મજૂર બજાર બદલાઈ રહ્યું છે. અમને એવા વ્યવસાયોની જરૂર છે જે કેનેડિયન કામદારોમાં રોકાણ કરે. જો કે ટ્રુડોના આ નિવેદનને સામાન્ય ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ટ્રુડો સતત કેનેડામાં ઇમિગ્રેશન અને નોકરીના મુદ્દાઓથી ઘેરાયેલા છે.


Mukesh Ambani ની સુરક્ષાનું સિક્રેટ! ગાર્ડસના કાનમાં છુપાયેલું હોય છે ખાસ ડિવાઈસ


મીડિયાને સંબોધતા ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું, 'કેનેડા આવવું એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી.' "વાસ્તવિકતા એ છે કે કેનેડા આવવા ઇચ્છતા દરેક જણ આવી શકશે નહીં," તેમણે કહ્યું. તેવી જ રીતે, જેઓ કેનેડામાં છે અને અહીં રહેવા માંગે છે તેઓ અહીં રહી શકશે નહીં.


કેનેડા વિઝાને લઈને કડક રહેશે
વિદેશી કામદારો માટે વર્ક પરમિટ અંગે, તેમણે કહ્યું, 'અમે અમારા અસ્થાયી નિવાસ કાર્યક્રમને મજબૂત કરવા અને આજના બદલાતા ચિત્રની માંગને પહોંચી વળવા વધુ વ્યાપક ઈમિગ્રેશન પ્રોગ્રામ શરૂ કરવા પગલાં લઈ રહ્યા છીએ.' સરકાર કેટલાક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી કામદારોના જીવનસાથી માટે વર્ક પરમિટ પર વધારાના નિયંત્રણો લાદવાનું આયોજન કરી રહી છે. તે છેતરપિંડી અથવા આશ્રય દાવાઓમાં વધારાને રોકવા માટે વિઝિટર વિઝા જારી કરતા પહેલા ચેક વધારવાનું પણ આયોજન કરી રહ્યું છે.


નસીબ હોય તો આ મહિલા જેવું ! માત્ર 90 દિવસમાં શેરબજારમાંથી છાપી લીધા 200 કરોડ રૂપિયા