નવી દિલ્હી: કોરોના વાયરસ પર દરરોજ કોઈને કોઈ રિસર્ચ અને સ્ટડી થતી રહે છે. વૈજ્ઞાનિકોએ કોરોનાની રસી પણ બનાવી છે. જેના કારણે કોરોનાથી ઘણી હદ સુધી રાહત મળી હતી. ભારતમાં પણ મોટાભાગના લોકોને કોરોનાની રસી મળી ગઈ છે. જો તમે રસી લીધી હોય, તો તમે જાણશો કે તે ઈન્જેક્શન દ્વારા આપવામાં આવે છે. પરંતુ કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નાક દ્વારા લેવામાં આવતી કોવિડ-19 વિરોધી રસી વિકસાવી છે. ચાલો સમજાવીએ કે આ કેવી રીતે કામ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્નલ સેલમાં પ્રકાશિત કરવામાં આવી સ્ટડી
જર્નલ સેલમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આ વાત કહેવામાં આવી છે. આ સ્ટડી અનુસાર મેકમાસ્ટર યુનિવર્સિટીએ શ્વાસ દ્રારા લેવામાં આવતી રસી તૈયાર કરી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે નવી ઇનહેલ્ડ વેક્સીન કોરોનાના તમામ વેરિએન્ટ પર અસરકારક સાબિત થશે. આ રસી શ્વાસ દ્વારા લેવામાં આવશે, તેથી તેને એરોસોલ રસી પણ કહેવામાં આવે છે. કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે, તે સીધા ફેફસાં અને શ્વસન માર્ગને નિશાન બનાવે છે. તેથી તે અસરકારક સાબિત થઈ શકે છે.

આ 4 કારણોથી 10 મહિનાના નિચલા સ્તર પહોંચ્યો સેન્સેક્સ, રોકાણકારોના 8.5 લાખ કરોડ સ્વાહા


વેક્સીનથી ખાસ પ્રકારની ડેવલોપ થાય છે ઇમ્યૂનિટી
જર્નલમાં જણાવવામાં આવ્યું છે કે આ એનિમલ મોડલ પર આધારિત અભ્યાસ છે. અમારી સહયોગી વેબસાઈટ WION અનુસાર, તેને તૈયાર કરનારા સંશોધકોનું કહેવું છે કે, મોટાભાગની રસી કોરોનાના સ્પાઈક પ્રોટીનને નિશાન બનાવે છે જેના દ્વારા તે શરીરમાં પ્રવેશ કરે છે. વેરિઅન્ટ બદલાતા રસી ઓછી અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ અમારી રસી વાયરસના વિવિધ ભાગોને ટાર્ગેટ કરે છે. સંશોધકોનો દાવો છે કે આ રસી એક ખાસ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે, જે કોરોનાથી ઘણી હદ સુધી રક્ષણ આપે છે.


ઓછી માત્રામાં જ થઇ જશે કામ
રિસર્ચરોનું માનીએ તો ઇનહેલ્ડ વેક્સીનમાં ખૂબ જ ઓછા દવાના ડોઝની જરૂર પડે છે. સંશોધકોનું કહેવું છે કે હાલની નીડલ વેક્સીનનો માત્ર 1 ટકા ડોઝ આમાં પૂરતો હશે. તો બીજી તરફ ગયા વર્ષે આવેલી ચાઇનીઝ ઇનહેલ્ડ વેક્સીનને ઇન્ટ્રાવેનસ વેક્સિનની સરખામણીમાં માત્ર પાંચમા ભાગની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube