આ 4 કારણોથી 10 મહિનાના નિચલા સ્તર પહોંચ્યો સેન્સેક્સ, રોકાણકારોના 8.5 લાખ કરોડ સ્વાહા

ભારતીય શેરબજાર માટે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સવારે ખુલતાની સાથે જ 1500 પોઈન્ટના ઘટાડા પર પહોંચેલા સેન્સેક્સે આખા દિવસ દરમિયાન લાલ નિશાન સાથે ટ્રેડિંગ કર્યું હતું અને ટ્રેડિંગ સેશનના અંતે તે 1747.08 પોઈન્ટ ઘટીને 56,405.84ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા 10 મહિનામાં સેન્સેક્સનું આ સૌથી નીચું સ્તર છે.

આ 4 કારણોથી 10 મહિનાના નિચલા સ્તર પહોંચ્યો સેન્સેક્સ, રોકાણકારોના 8.5 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર માટે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે સવારે ખુલતાની સાથે જ 1500 પોઈન્ટના ઘટાડા પર પહોંચેલા સેન્સેક્સે આખા દિવસ દરમિયાન લાલ નિશાન સાથે ટ્રેડિંગ કર્યું હતું અને ટ્રેડિંગ સેશનના અંતે તે 1747.08 પોઈન્ટ ઘટીને 56,405.84ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા 10 મહિનામાં સેન્સેક્સનું આ સૌથી નીચું સ્તર છે.

17 હજારની નીચે આવી ગયો નિફ્ટી
એ જ રીતે નિફ્ટીએ સોમવારે સવારે 450 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, ત્યારબાદ 531.95 પોઈન્ટ ઘટીને 16,842.80ના સ્તરે બંધ થયો હતો. શેરબજારમાં આવેલા ભૂકંપના કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. સોમવારના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને રૂ. 8.5 લાખ કરોડનું નુકસાન થયું છે. ચાલો જાણીએ શેરબજારમાં ઘટાડાનાં મુખ્ય 4 કારણો.

રશિયા-યુક્રેન વિવાદ
શેરબજાર ઘટવા પાછળનું પહેલું અને મોટું કારણ રશિયા-યુક્રેન વિવાદ વધુ ઊંડો થયો છે. બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે રોકાણકારો ડરી ગયા હતા અને દિવસભર સલામત રોકાણને મહત્વ આપ્યું હતું. આ કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી અને બજાર પતનમાંથી બહાર આવી શક્યું ન હતું.

રેકોર્ડ સ્તરે ક્રૂડ ઓઈલ
ક્રૂડ ઓઈલના ભાવ છેલ્લા 7 વર્ષના ઉચ્ચ સ્તરે ચાલી રહ્યા છે. હાલમાં બેન્ટ ક્રૂડ $94ની ઉપર જઈ રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી દિવસોમાં બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરને પાર કરી શકે છે. બેન્ટ ક્રૂડના ભાવમાં વધારાથી રોકાણકારો પણ ડરી ગયા હતા.

યુએસ અને એશિયન બજારોમાં ઘટાડો
એશિયન બજારના નકારાત્મક વલણને કારણે ભારતીય શેરમાં દિવસભર સતત ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન વિવાદના કારણે અમેરિકી શેરબજાર ડાઉસન 503 પોઈન્ટ અને નેસ્ડેટ 394 પોઈન્ટ તૂટ્યા છે. યુએસ માર્કેટની અસર સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી હતી.

એબીજી શિપયાર્ડ છેતરપિંડી
સોમવારે શરૂઆતના વેપારમાં જ એસબીઆઇ, ઇન્ડસઇન્ડ બેંક, બેંક ઓફ બરોડ અને આઇસીઆઇસીઆઇ બેંક સહિતની મોટી બેંકોના શેર ચાર ટકા તૂટ્યા હતા. બેંક નિફ્ટી પર એબીજી શિપયાર્ડ લિમિટેડની અસર સ્પષ્ટ દેખાતી હતી. 22842 કરોડનું આ કૌભાંડ દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું બેંકિંગ કૌભાંડ કહેવામાં આવી રહ્યું છે.

જોરદાર ઘટાડો, છતાં નફામાં આ શેર
સોમવારના વેપારમાં, ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર શેરમાં રૂ. 39ના વધારા સાથે રૂ. 3,733.75 પર બંધ રહ્યો હતો. આ સિવાય જે શેર્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો તેમાં જેએસડબ્લૂ સ્ટીલનો શેર 45 રૂપિયા ઘટીને 626.55ના સ્તરે બંધ રહ્યો હતો. એચડીએફસી લાઇફ રૂ. 38 ઘટી રૂ. 557.30 થયો હતો. આઇટીસી રૂ. 13 ઘટી રૂ. 219.45 બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.27 ઘટીને રૂ.471.45 પર બંધ રહ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news